ખબર

શ્વેતા તિવારીની દીકરી સાથે મારપીટ બાબતે સાસુમાએ આપ્યું ચોંકાવનારું બયાન- જાણો વિગતે

શ્વેતા તિવારીએ પોતાના પતિ અભિનવ કોહલી પર દીકરી પલકની સાથે મારપિટ કરવાનો આરોપ લગાવ્યા. સાથે સાથે પોલીસમાં ફરિયાદ કરતા સમયે તેને એ પણ જણાવ્યું કે ૨૦૧૭માં અભિનવે તેની દીકરીને મોબાઈલમાં અશ્લીલ તસવીરો પણ બતાવી હતી. શ્વેતાની ફરિયાદ પછી અભિનવને પોલીસ સ્ટેશન લઈને તેની પૂછપરત કરવામાં આવી. જણાવીએ કે પલક શ્વેતા અને રાજા ચૌધરીની પુત્રી છે.

Image Source

રિપોર્ટ મુજબ 38 વર્ષીય અભીનવ વારંવાર શ્વેતા અને તેની પુત્રી સાથે ખરાબ વ્યવહાર કરતો નજરે ચડ્યો હતો. પરંતુ હદ તો ત્યારે થઇ ગઈ હતી કે, જ્યારે અભિનવે કોઈ પણ સમજ્યા વગર પલક પર હાથ ઉપાડ્યો હતો. શ્વેતા તિવારી આ મામલો પોલીસ સ્ટેશન પહોંચાડ્યો હતો. છેલ્લા ઘણા સમયથી બન્ને વચ્ચે તકરાર ચાલતી હતી.

Image Source

શ્વેતાએ અભિનવ સાથે બીજા લગ્ન કર્યા હતા. હવે અભિનવ પર ઘરેલુ હિંસાની ધારા પ્રમાણે કેસ નોંધી લેવામાં આવ્યો છે. આ મામલામાં શ્વેતાની સાસુ એટલે કે અભિનવ કોહલીની માતાએ બયાન આપ્યું છે. એની સાસુએ જણાવ્યું કે, “તે ઈચ્છે કે શ્વેતા અને અભિનવની વચ્ચે બધું સરખું થઇ જાય.”

તેમના જણાવ્યું કે, “અભિનવનો દીકરો હજી બહુ જ નાનો છે. હું નથી ઇચ્છતી કે તેના મગજ પર આની ખરાબ આસર પડે. અભિનવે પોતાના દીકરા માટે બહુ જ કર્યું છે અને આગળ પણ કરવા માંગે છે. એક દિવસ હકીકત જરૂર સામે આવશે અને ત્યારે ખબર પડશે કે અભિનવે પોતાના બંને છોકરાઓ માટે શું કર્યું છે.”

Image Source

તેઓ આગળ જણાવે છે કે, “શ્વેતા અને અભિનવની વચ્ચે છેલ્લા બે વર્ષથી કઈ ઠીક નથી ચાલી રહ્યું. અભિનવ બધું સરખું કરવાનો પ્રયત્ન કરે છે. તે શ્વેતા અને રેયાનશની સાથે રહેવા માંગે છે. તે તેને બંને છોકરાઓને એક જ છત નીચે જોવા માંગે છે.”

“ખૂબ જ પ્રયત્નો કર્યા છતાં પણ કઈ ઠીક નથી થઇ રહ્યું. અભિનવ પલકનો ત્યારથી ખ્યાલ રાખે છે જયારે તે નાની હતી અને રાજા ચૌધરી તેને છોડીને ચાલ્યા ગયા હતા. જ્યારે શ્વેતા બિગ બોસ શોમાં હતી તેની પાછળ અભિનવે જ પ્લાકનુ ધ્યાન રાખ્યું હતું. તેનું શાળામાં એડમિશન કરાવ્યું, પેરેન્ટ્સ મીટીંગમાં પણ ગયા હતા. તેને બધું જ કર્યું હતું.”

Image Source

“તે આ બધું ભૂલી ગઈ અને મારા દીકરા પણ ગાંડો જૂઠો આરોપ લગાવ્યો. તે અભિનવથી અલગ થવા માંગે છે. તે અભિનવ પાસેથી છૂટાછેડા જ ઈચ્છે છે. આ નથી વધારે હું બીજું કંઈજ કહેવા માંગતી નથી.”

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks