આ લોકોને મળશે બાપાના વિશેષ આશિર્વાદ: ગણેશ ચતુર્થી પર 59 વર્ષ બાદ બની રહ્યો છે દુર્લભ સંયોગ, જાણો શુભ મુહૂર્ત

31 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. બુધવાર 31 ઓગસ્ટ ભાદ્રપદ મહિનાની ચતુર્થી તિથિ છે અને આ તિથિએ સુખ અને સમૃદ્ધિના દેવતા ભગવાન ગણેશનો જન્મ થયો હતો. ગણેશોત્સવનો તહેવાર ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી(ચોથ) તિથીથી શરૂ થાય છે અને અનંત ચતુર્દશી તિથિ પર ગણેશ વિસર્જન સુધી ચાલુ રહે છે.

ગણેશ ચતુર્થી 2022 પર ગ્રહોનો શુભ સંયોગ : ભગવાન ગણેશને હિન્દુ ધર્મમાં પ્રથમ પૂજનીય દેવતા માનવામાં આવે છે. કોઈ પણ પ્રકારની પૂજા, વિધિ કે તહેવારમાં ભગવાન ગણેશની પૂજા સૌથી પહેલા કરવામાં આવે છે. શાસ્ત્રોમાં ભગવાન ગણેશને જ્ઞાન, બુદ્ધિ, મંગલકારી, વિઘ્ન વિનાશક, સિદ્ધિ, સુખ અને સમૃદ્ધિ પ્રદાન કરનાર દેવતા માનવામાં આવે છે. આ વખતે ગણેશોત્સવ પર વિશેષ શુભ યોગ બનાવા જઈ રહ્યો છે. જેના કારણે ગણેશ ચતુર્થી ખૂબ જ શુભ રહેશે.

બુધવાર 31 ઓગસ્ટના રોજ ગણેશ ચતુર્થીના દિવસે બુદ્ધિ અને વાણીનો ગ્રહ બુધ અને સાહસ અને પરાક્રમના કારક માનવામાં આવતા મંગળ ગ્રહની કન્યા રાશિમાં યૂતિ થશે. આ સિવાય શુક્ર અને ચંદ્રમાની તુલા રાશિમાં યૂતિ થશે. જ્યોતિષશાસ્ત્રમાં, શુક્ર અને ચંદ્રને મહિલા પ્રધાન ગ્રહની સંજ્ઞા આપવામાં આવી છે. આવી સ્થિતિમાં આ બે ગ્રહોના સંયોગને કારણે મહિલાઓ માટે ગણેશ ચતુર્થી ખૂબ જ શુભકારી રહેશે.

ગણેશ ચતુર્થી 2022ના શુભ મુહૂર્ત : વૈદિક જ્યોતિષ અનુસાર, મધ્યાહન અથવા મધ્યાહ્ન, ધાર્મિક વિધિ કરવા માટે સવારે 11 થી 1:30 વાગ્યા સુધીનો સમય સારો માનવામાં આવે છે, આ સમય ભારતના ક્ષેત્રના આધારે બદલાઈ શકે છે.

Shah Jina