ખબર

રાજકોટની કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં પોતાના પિતાને ગુમાવનાર પુત્રની વેદના હૈયું કંપારી દે તેવી છે, તમે પણ રડી ઉઠશો

કોરોના મહામારી વચ્ચે ગુજરાતના રાજકોત શહેરમાંથી સનસની ભર્યો મામલો સામે આવ્યો છે. જ્યા એક તરફ કોરોનાનો પ્રકોપ ખતમ થવાનું નામ જ નથી લાઈ રહ્યો કે બીજી તરફ રાજકોટની શિવાનંદ હોસ્પિટલમાં શુક્રવારના રોજ અચાનક જ ભીષણ આગ લાગતા પાંચ દર્દીઓએ જીવતે જીવતા પોતાનો જીવ ગુમાવી દીધો હતો.

શિવાનંદ હોસ્પિટલમાં કુલ 33 દર્દીઓ ભરતી હતા અને કોરોના હોસ્પિટલ હોવાને લીધે 11 દર્દીઓ આઈસીયુમાં ભરતી હતા, આગ એટલી ભયાનક હતી કે પાંચ દર્દીઓનું ત્યાં જ મૌત થઇ ગયું અને બાકીના દર્દીઓ પણ આગમાં ઝપડાઈ જતા ગંભીર અવસ્થામાં છે.

જેના પછી બાકીના દર્દીઓને બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જો કે આગ લગાવાનું કારણ સામે આવ્યું નથી. ગુજરાતના મુખ્યમંત્રી  શ્રી વિજય રૂપાણીએ આદેશ આપ્યો છે કે ઘટનાની પુરી રીતે જાંચ કરવામાં આવે. મૃત્યુ પામેલા પાંચ દર્દીઓ રામસિંહ ભાઈ, નીતિન ભાઈ બદાની, રસિકલાલ અગ્રવાલ, સંજય રાઠૌર હતા.

અગ્નિકાંડમાં પિતાની છત્રછાયા ગુમાવનારા દીકરાઓ પર જાણે કે આભ તૂરી પડ્યું છે. મૃતક નીતિન બદાણીના દીકરાએ જણાવ્યું કે ઘટના 12.30 એ બની હતી પણ ઘટનાની જાણ ખુબ મોડી આપવા આવી હતી. હું તંત્ર પાસે માંગણી કરું છું કે મને ઘટનાની લાઈવ ફૂટેજ આપવામાં આવે. અમે અમારા પિતાને સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટમલાં એટલા માટે લઇ ગયા હતા કે તેની સારી રીતે સારવાર થઇ શકે અને જલ્દી જ સાજા થઇ જાય. પણ જો પ્રાઇવેટ હોસ્પિટલમાં આવી બેદરાકારી થઇ હોય તો પછી તેના કરતા સારવાર માટે સરકારી હોસ્પિટલમાં જ જવું જોઈએ”.

તો એવી પણ માહિતી સામે આવી રહી છે કે આ ઘટનામાં મોતને ભેટેલા કેશુભાઈના દીકરા વિવેકે તેમની સાથે છેલ્લીવાર રાત્રે 11 કલાકે વિડીયો કોલ માં વાત પણ થઇ હતી અને તેમને એમ પણ જણાવ્યું હતું કે તેમની હાલત સારી છે. બે દિવસ બાદ જ તેમને હોસ્પિટલમાંથી રજા આપવાની હતી, પરંતુ હોસ્પિટલમાં અચાનક લાગી ઉઠેલી આગની અંદર તેમને પોતાનો જીવ ગુમાવ્યો હતો. અંતિમ વાર પિતાને વિડીયો કોલમાં વાત કરેલી, એ ક્ષણો દીકરાના દુઃખમાં વધારો કરી રહી છે.