મનોરંજન

શિલ્પા શેટ્ટીએ ઢોલ અને નગારાના તાલે ગણપતિ બાપાને આપી વિદાઈ, જોરશોરથી નાચ્યાં શિલ્પા અને રાજ

10 દિવસ સુધી ચાલતો ગણેશ ચતુર્થીનો તહેવાર આખા દેશમાં જોરશોરથી ઉજવવામાં આવે છે. લોકો પોતાને ઘરે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લાવીને ગણેશ ચતુર્થીના આ તહેવારની ઉજવણી કરે છે. આ તહેવારની ખુશી અને ઉત્સાહ ખાસ કરીને મહારાષ્ટ્રના મુંબઈમાં ખુબ જ જોવા મળે છે. માયાનગરીમાં સામાન્ય માણસથી લઈને ફિલ્મ સ્ટાર પણ પોતાના ઘરે ગણપતિ બાપા લાવે છે.

બીજી સપ્ટેમ્બર ગણપતિ બાપાની સ્થાપના અને સેવા કર્યા પછી હવે તેમની વિદાયનો સિલસિલો શરુ થઇ ગયો છે. બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી છેલ્લા 10 વર્ષથી પોતાને ઘરે ગણપતિ બાપા બેસાડે છે અને દોઢ દિવસમાં વિસર્જન કરે છે. આ વખતે પણ તેમને આ પરંપરા જાળવી રાખી છે. શિલ્પાએ મંગળવારે દોઢ દિવસ પુરા થયા પછી ઢોલ-નગારાની તાલે બાપાને વિદાઈ આપી હતી. વિસર્જન પહેલા શિલ્પાએ બાપાની વિધિવત પૂજા કરી હતી.

પૂજા પછી શિલ્પા અને રાજ કુન્દ્રા જોરશોરમાં ડાંસ કર્યો હતો. તેઓ ખુશીથી ઢોલ નગારાની તાલે નાચી રહ્યા હતા. હલકા વરસાદમાં શિલ્પા, રાજ અને શિલ્પાની બહેન શમિતા જોવા મળ્યા હતા. તેની સાથે સાથે વિવાન પણ ડાંસ કરતો જોવા મળ્યો હતો. શિલ્પા ગયા વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણપતિ બાપા લાવે છે જેથી વિસર્જન વખતે પાણીનું પ્રદૂષણ રોકી શકે અને લોકોને પણ આ સંદેશો પહોંચાડી શકે. શિલ્પા પોતાના ઘરે જ બાપાને વિસર્જન કરે છે તેમને ઘરે એક કુત્રિમ તળાવ પણ બનાવ્યું હતું.

બાપાની વિદાયનો વીડિયો ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ પર શેર કરતા શિલ્પા શેટ્ટીએ લખ્યું હતું કે, ‘ગણપતિ બાપાની વિદાઈ કરવી કાયમ મુશ્કેલી ભર્યું છે. અમારા ગન્નુ ચાલી પડ્યા છે અને અમે તેમને એક ખાસ અંદાજમાં મોકલી રહ્યા છીએ એ વચનની સાથે કે આવતા વર્ષે પાછા આવશે. ગણપતિ બાપા મોરિયા. પુઢચ્યા વર્ષી લવકર યા.’

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks