બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. તે તેના ઘણી તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.
હાલમાં જ શિલ્પાએ એક વિડીયો શેર કર્યો છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો છે. શિલ્પા શેટ્ટી કુન્દ્રા તેના બિન્દાસ અંદાજ માટે જાણીતી છે. શિલ્પાને હંમેશા મસ્તી કરતી જ નજરે ચડે છે. તે તેની બધી જ એક્ટિવિટીને સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.
હાલમાં જ તેને એક પાર્ટીનો વિડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. શિલ્પા આ વીડિયોમાં તેના મિત્રો સાથે મળીને પ્લેટ તોડતી નજરે ચડે છે. ત્યારબાદ તે ડાન્સ કરી રહી છે. વિડીયો શેર કરતા કેપશનમાં લખ્યું હતું કે, ધોવાથી બચવા માટે પ્લેટ તોડો.
શિલ્પાએ આ પહેલા પણ એક વિડીયો શેર કર્યો હતો. જેમાં તે યોગા કરતી નજરે ચડે છે. શિલ્પાએ વૃશ્ચિકાસન કરીને લોકોને ફિટનેશનો ગોલ આપ્યો હતો. શિલ્પાનો આ વિડીયો જોઈને ફેન્સ પણ ચોંકી ગયા હતા. શિલ્પાની પ્રોફેશનલ લાઈફની વાત કરવામાં આવે તો તે
જલ્દી જ શબીરખાન નિર્દેશિત રોમેન્ટિક કોમેડી એક્શન ફિલ્મ ‘નિકમ્મા’થી ફરીથી બોલીવુડમાં ડેબ્યુ કરશે. શિલ્પા શેટ્ટી કુન્દ્રા 13 વર્ષ બાદ બોલીવુડમાં પછી ફરી રહી છે.