ખબર મનોરંજન

શિલ્પા શેટ્ટીએ અનિલ કપૂરના ઘરે કરી કરવા ચોથની પૂજા, રાજ કુંદ્રાના ચરણસ્પર્શ કરી લીધા આશીર્વાદ- જુઓ વિડીયો

ફિલ્મી દુનિયાના સિતારાઓ દરેક પ્રસંગને ખુબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવતા હોય છે. એમાં પણ ગઈકાલે આવેલો તહેવાર કરવા ચોથની પણ રોનક બોલીવુડમાં છવાયેલી જોવા મળે છે. જો કે આ વર્ષે કોરોનાના કારણે આ તહેવારમાં જાહો જલાલી જોવા મળી નહોતી, પરંતુ અભિનેત્રી શિલ્પા શેટ્ટી લાલ રંગની સાડી પહેરી, હાથમાં પૂજાની થાળી લઈને અભિનેતા અનિલ કપૂરના ઘરે પહોંચી ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla) on

શિલ્પાએ અનિલ કપૂરના ઘરે કરવામાં આવેલા કરવા ચોથના ઉત્સવની ઉજવણીમાં ભાગ લીધો હતો. ત્યાં તેનો પતિ રાજ કુન્દ્રા પણ હાજર હતો. શિલ્પા માટે રાજ કુંદ્રાએ પણ વ્રત રાખ્યું હતું. તસ્વીરોમાં શિલ્પા ખુબ જ સુંદર દેખાઈ રહી છે. જેના વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on

શિલ્પા અનિલ કપૂરના ઘરે પોતાની કારની અંદર પહોંચે છે અને કારમાંથી ઉતરી અને પૂજાની થાળી હાથમાં લે છે. ત્યારે આસપાસ ઉભેલા ફોટોગ્રાફર પણ તેમના ફોટો ક્લિક કરવા માટે ઉતાવળા થાય છે ત્યારે શિલ્પા તેમને નજીક ના આવવાનું કહે છે. તે અનિલ કપૂરના ગેટની અંદર જઈને ફોટોગ્રાફરને પોઝ પણ આપતી જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla) on

શિલ્પાએ કરવા ચોથની પૂજા કરતો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં શેર કર્યો છે, સાથે તેને લખ્યું છે કે: “આજનો દિવસ એ વ્યક્તિને સમર્પિત છે જે એક સાચો પ્રતિનિધિ છે કે સાચો સાથી કેવો હોવો જોઈએ. તે મારી સાથે વ્રત રાખે છે, મારી સાથે દરેક મુશ્કેલીમાં ઉભો છે. રાજ કુન્દ્રા દરેક વસ્તુ માટે આભાર.”

 

View this post on Instagram

 

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on

શિલ્પા આ વિડીયોની અંદર ચાંદ જોઈને વ્રત તોડી રહી છે. વાતચીતમાં ખબર પડે છે કે રાજ કુંદ્રાએ પણ શિલ્પા માટે વ્રત રાખ્યું હતું. રાજ તેને પાણી પીવડાવે છે અને ત્યારબાદ શિલ્પા તેના ચરણ સ્પર્શ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on

શિલ્પાએ કરવા ચોથની પૂજાનો એક બીજો વિડીયો પણ પોસ્ટ કર્યો છે. જેમાં તે અનિલ કપૂરની પત્ની સુનિતા કપૂર સાથે ઘરે છે. તેની સાથે તેમની કેટલીક મિત્રો પણ છે. શિલ્પાએ સાથે એમ પણ જણાવ્યું છે કે આ વર્ષનું સેલેબ્રિશન થોડું અલગ છે. આ બધાનો કોરોના ટેસ્ટ થઇ ચુક્યો છે અને નેગેટિવ છે.