જ્યોતિષ શાસ્ત્ર

શરદ પૂનમની રાત્રે કરી દો છુપાઈને આ કામ, લક્ષ્મી માતાજીની કૃપાથી થઈ જશો માલામાલ

શરદ પૂર્ણિમાની રાત્રીને ઋષિમુનિઓ અને બ્રાહ્મણો શુભ માને છે, ક્હેવામાં આવે છે કે આ દિવસે કેટલીક ખાસ પૂજા વિધિ કરવામાં આવે તો મા લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે, નિર્ધન વ્યક્તિ પણ ધનવાન બને છે. 30 તારીખના રોજ શરદ પૂર્ણિમા ઉજવામાં આવશે આ દિવસ રાત્રે કેટલાક ખાસ ઉપાયો કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે, તેમની કૃપા વરસાવે છે અને ધનવાન બનાવે છે. પરંતુ એના માટે પણ આપણે રાત્રે આ વસ્તુ કરવી પડશે. જો તમે પણ ધનવાન બનવા માંગતા હોય શરદ પૂર્ણિમાની રાત્રે મોતી શંખ ઉપર એક સાથિયો બનાવી, 108 ચોખાના દાણા લઈને “ૐ હ્રીં ઓમ મહાલક્ષ્મયે નમઃ” મંત્રનો જાપ કરો. એક એક ચોખાનો દાણો લઈને આ મંત્ર બોલવાનો રહેશ. આ ઉપાય તમે રાત્રીના 9:30 થી લઈને રાત્રે 12:30 સુધી કરી શકશો.

આ સિવાય શરદ પૂર્ણિમાની રાત્રે તમે ઘરમાં અખંડ જ્યોત પ્રજ્વલિત કરો. પુરાણોમાં કહેવાયું છે કે મા લક્ષ્મી ચંદ્ર લોકમાં દીપ સ્વરૂપે બિરાજમાન છે અને ઘરમાં અજવાળું હોવાના કારણે મા લક્ષ્મી તમારા ઘરે આવે છે. અખંડ દીવાના કારણે માતાજી પ્રસન્ન થાય છે અને તમારી મનોકામના પૂર્ણ કરે છે. શ્રીફળને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. શરદ પૂર્ણિમાના દિવસે માતાજી આગળ એક નાનું શ્રીફળ ધરાવી તેના ઉપર કમળના આઠ ફૂલ ચઢાવવા શુભ માનવામાં આવે છે. આમ કરવાથી નિર્ધન વ્યક્તિ પણ ધનવાન બને છે.

મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આંબળાની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આંબળા ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીને અતિપ્રિય હતા, આં આંબળા વૃક્ષમાં મા લક્ષ્મીનો વાસ હોવાનું પણ માનવામાં આવે છે. જેના કારણે શરદ પૂર્ણિમાના દિવસે આંબળાના વૃક્ષની પૂજા કરવી પણ લાભદાયી છે.

દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તેમનો અભિષેક દક્ષિણાવર્તી શંખથી કરવો જોઈએ. તેમને ગંગાજળ અને કેસરયુક્ત પાણીથી સ્નાન કરાવવું જોઈએ તેમજ તેમને લાલ વસ્ત્રો ધારણ કરાવવા જોઈએ, આમ કરવામાં આવે તો તમારું ઘર ધન ધાન્યથી ભરેલું રહે છે. શરદ પૂર્ણિમાના દિવસે જ દક્ષિણાવર્તી શંખની ફૂટપટ્ટી થી હોવાનું માનવામાં આવે છે એટલા માટે જ જો શરદ પૂર્ણિમાના દિવસે મા લક્ષ્મીની પૂજા કરતી વખતે તેમની સામે આ શંખ મુકવામાં આવે તો માતા લક્ષ્મી વધુ પ્રસન્ન રહે છે. શરદ પૂર્ણિમાના દિવસે ખીર અને દૂધ પૌવા ખાવાનું વિશેષ મહત્વ છે. એ દિવસે ખીર અથવા પૌવાની અગાશીમાં ચન્દ્રની ચાંદીનીમાં મુકવામાં આવે છે, કહેવાય છે કે શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર સોલી કળાએ નિપુર્ણ હોય છે જેના કારણે ચંદ્રમાના પ્રકાશમાં ખીર અથવા દૂધ પૌવા અમૃત બની જાય છે જેને ખાવાથી સ્વાસ્થ્ય સંબંધી ઘણા લાભ થાય છે.