ખબર

BREAKING : પાર્ટી ઝડપાયેલો શાહરુખનો લાડલો રાત જેલમાં જ પસાર કરશે? જાણીને હચમચી જશો

ગઈકાલે મુંબઈથી ગોવા જતાં લક્ઝૂરિયઝ ક્રૂઝ પાર્ટીમાં NCB ની ટીમે રેડ પડી હતી. એ પાર્ટીમાં કિંગ ખાન એટલે કે શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનનું નામ સામે આવ્યું છે. NCBની ટીમે તેની કલાકો સુધી બધાની પૂછપરછ કરી હતી અને ફાઈનલી તેની ધરપકડ કરી હતી.

ધરપકડ કર્યા બાદ આર્યન ખાનને જેજે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને પછી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં NCBએ આર્યન ખાનની 5 ઓક્ટોબર સુધીની કસ્ટડી માગી હતી, પરંતુ કોર્ટે ત્રણેયની એક દિવસની કસ્ટડી આપી છે.

NCBની ટીમે આર્યનની સાથે અરબાઝ મર્ચન્ટ તથા મુનમુન ધામીચાની પણ ધરપકડ કરી હતી. શાહરૂખના દીકરા વકીલ સતીશ માનશિંદે છે. હાલમાં જ શાહરૂખનું એક ઇન્ટરવ્યૂ વાયરલ થયું છે જે ઘણાં વર્ષો પહેલાનો છે. તમને જણાવી દઈએ કે પૈસાદાર પેરેન્ટ્સના કિડ્સ આર્યન ખાન, અરબાઝ મર્ચેંટ અને મુનમુ ધામેચાની કોર્ટમાં પાછલા દરવાજાથી એન્ટ્રી કરાવવામાં આવી હતી. આ સમયે શાહરૂખનો પુત્ર ખુબ ડરેલો લાગી રહ્યો હતો. કોર્ટમાં સુનાવણી દરમિયાન ત્રણેય આરોપીઓના વકીલે કોર્ટ પાસે આરોપીઓને મળવાની મંજૂરી માંગી. તેના પર કોર્ટે મંજૂરી આપી હતી.

શાહરુખ પહેલી વાર બાપ બન્યો તેના થોડા જ સમય પછીનો આ વીડિયો છે. આ મેટરમાં શાહરુખે ડગ બાબતે એક મજાક કરી હતી. ચોક્કસપણે શાહરુખે આ વાત મજાકમાં કહી હતી, પરંતુ હવે તેની વાત હકીકતનું રુપ લઈ રહી છે ત્યારે લોકો તેને ગંભીરતાથી લઈ રહ્યા છે.

જયારે સિમિ ગેરેવાલે શાહરુખને પ્રશ્ન કર્યો કે, તે આર્યનનું પાલન પોષણ કઈ રીતે કરશે? તો જવાબમાં શાહરુખે કહ્યુ હતું કે- હું ઈચ્છુ છું કે આર્યન તે તમામ કામ કરે જે હું મારા ટીનેજમાં નહોતો કરી શક્યો. તે તમામ એવી વસ્તુઓ કરે જે હું ઈચ્છતો હતો તો પણ નહોતો કરી શક્યો, કારણકે મારી પાસે એ સમયે આ જાહોજલાલી વાળી સુવિધાઓ નહોતી.