ઈદના ખાસ અવસર પર ફિલ્મ નિર્માતા આનંદ પંડિતે તેમની પુત્રી ઐશ્વર્યા અને જમાઈ સાહિલ માટે વેડિંગ રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યું હતું, તેમની દીકરી તાજેતરમાં જ લગ્નના બંધનમાં બંધાઇ છે. બી-ટાઉનના ઘણા સ્ટાર્સ કપલને આશીર્વાદ આપવા અને તેમને શુભકામના આપવા માટે ત્યાં પહોંચ્યા, જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા.
આ ખાસ અવસરમાં મનોજ બાજપેયીથી લઈને અદા શર્મા સુધીના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. જો કે આનંદ પંડિતની પુત્રીના લગ્નની રિસેપ્શન પાર્ટીમાં અભિષેક બચ્ચન અને શાહરૂખ ખાને બધાનું ધ્યાન ખેંચ્યું હતું. ત્યારે દીકરીના વેડિંગ રિસેપ્શન બાદ આનંદ પંડિતે કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે જેમાં એક પોસ્ટમાં અભિષેક બચ્ચન સાથે આનંદ પંડિતનો પરિવાર જોવા મળી રહ્યો છે.
આ તસવીરો શેર કરતા આનંદ પંડિતે લખ્યુ- છેલ્લી રાત અભિષેક બચ્ચનના પંડિત અને ચૌધરી પરિવારના સેલિબ્રેશનમાં સામેલ થવાથી વિશેષ હતી, જેનાથી તે વધુ સાર્થક થઇ ગઇ. અભિષેક સાથે શેર કરવામાં આવેલી તસવીરોમાં આનંદ પંડિત સૂટ બૂટમાં જ્યારે તેમની પત્ની લહેંગા ચોલીમાં જોવા મળી રહી છે.
આ તસવીરમાં આનંદ પંડિતની દીકરી નવી નવેલી દુલ્હનના લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. જ્યારે અભિષેક કુર્તામાં જોવા મળ્યો હતો. આ ઉપરાંત આનંદ પંડિતે શાહરૂખ ખાન સાથેની પણ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં શાહરૂખ ડેશિંગ લુકમાં જોવા મળી રહ્યો છે.
આ તસવીરો શેર કરતા આનંદ પંડિતે તેમણે લખ્યુ- આ વાસ્તવમાં એક યાદગાર રાત બની ગઇ કારણ કે પોતાના આકર્ષણથી સ્માઇલ વિખેરવાવાળા શાહરૂખ ખાને અમારી સાથે એશ્વર્યા પંડિત ચૌધરી અને સાહિલ ચૌધરીને આશીર્વાદ આપ્યા અને તે રાતને વધુ યાદગાર બનાવી. કિંગ ખાન અને અભિષેક બચ્ચન સિવાય લગ્ન બાદ પહેલીવાર તાપસી પન્નુ પણ આ પાર્ટીમાં જોવા મળી હતી.
એક્ટર સુનીલ શેટ્ટી, રાજકુમાર રાવ પત્ની પત્રલેખા સાથે જ્યારે ‘ડ્રીમ ગર્લ 2’ એક્ટર આયુષ્માન ખુરાના, બી-ટાઉનના સ્ટાઇલિશ કપલ શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા સલમાન ખાનની બહેન અર્પિતા ખાન શર્મા અને તેનો પતિ આયુષ શર્મા પણ જોવા મળ્યા હતા. આ ઉપરાંત આ પાર્ટીમાં તનિષા મુખર્જી, અંકિતા લોખંડે-વિકી જૈન, મનીષા પોલ અને શ્રેયસ તલપડે, કૃષ્ણા અભિષેક-કાશ્મીરા શાહ જેવા અનેક સ્ટાર્સ સામેલ થયા હતા.