ખબર

અમદાવાદ: સૌથી પ્રખ્યાત પીઝા બ્રાન્ડ ધરાવતા પીઝામાંથી નીકળ્યું જીવડું અને પછી જે થયું તે…

અમદાવાદમાં ઠેર ઠેર ફૂડ રેસ્ટોરન્ટમાં વંદા ને જીવાત નીકળવાની ઘટનાઓ સામે આવી રહી છે, થોડા સમય પહેલા જ હોનેસ્ટ અને સંકલ્પના ફૂડમાંથી વંદો નીકળવાની ઘટનાએ અમદાવાદીઓને બહારનું જમવું કે કેમ એ બાબતે ચિંતામાં મૂકી ધીધા છે. ત્યારે વિશ્વભરમાં પોતાના પિઝા માટે પ્રખ્યાત એવી બ્રાન્ડ ડોમીનોઝના પીઝામાં જીવાત નીકળતા હોબાળો મચ્યો છે.

ગુજરાતીઓ મોટાભાગે બહારનું ખાવાના શોખીન હોય છે, બહારનો ટેસ્ટ સૌ કોઈને ગમતો હોય છે અને એટલે જ ખાવા માટે સૌથી સારી અને બ્રાન્ડેડ ફૂડની દુકાનમાં આપણે જતાં હોઈએ છીએ. આપણને આંખો બંધ કરીને એ બ્રાન્ડ ઉપર વિશ્વાસ હોય છે કે આ પોતાની ક્વોલિટી સારી રાખતા હશે, તેમજ તેમનું ફૂડ હાઈજેનીક હશે. વળી, આ બ્રાન્ડેડ ફૂડના ભાવ પણ બજાર કરતાં વધારે હોય છે તો પણ આપણે સારું ખાવા માટે બ્રાન્ડેડ જગ્યા ઉપર જ જઈએ છીએ, પરંતુ શું આવી જગ્યા ઉપર પણ આપણા સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવે તો કેવું થાય?

અમદાવાદના સત્તાધાર ચાર રસ્તા પાસે કલાસાગર મોલમાં આવેલા ડોમિનોઝ પીઝાના આઉટલેટમાં એક ગ્રાહક દ્વારા પીઝાનો ઓર્ડર કરવામાં આવ્યો, જયારે તેને પોતાની પીઝા પાર્સલ ખોલીને જોયું તો તેને એક જીવાત પણ જોવા મળી, આથી રોષે ભરાયેલા ગ્રાહકે તેનો વિડિઓ બનાવી મ્યુનિ.હેલ્થ ખાતાને મોકલી આપ્યો. મ્યુનિ.હેલ્થ ટીમે આ મામલાની ગંભીરતા જાણીને તેમના દ્વારા મોડી રાત્રે આ પીઝા આઉટલેટને સીલ પણ કરી દેવામાં આવ્યું હતું.

AMCના એડિશનલ હેલ્થ ઓફિસર ડૉ.ભાવિન જોશીના જણાવ્યા અનુસાર “ડોમીનોઝના પીઝામાંથી જીવડું નીક્ળડવાનો વિડિઓ સામે આવતા જ અમે તેને સીલ કરી દીધું છે.” અમદાવામાં આવી ઘટનાઓ અવાર નવાર બનવાના પગલે સમગ્ર અમદાવાદમાં ફૂડ વેચતી જગ્યાઓ ઉપર તંત્રની ટિમ પહોંચી અને તપાસ હાથ ધરી છે. હેલ્થ વિભાગે શુક્રવારે 34 જેટલા ફૂડ આઉટલેટ ઉપર દરોડા પાડી અને 27 જેટલા આઉટલેટને સ્વચ્છતા જાળવવા માટે નોટિસ પણ આપી દીધી હતી. કેટલાક પ્રખ્યાત ફૂડ આઉટલેટને સ્વચ્છતા અને હાઈજેનીક ફૂડ ના હોવાના કારણે દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. જેમાં શંભુ કોફીબાર, ફાસોસ, જયભવાની વડાપાઉં, કર્ણાવતી દાબેલી, ડેન્ગીસ ડમ, સૌરાષ્ટ્ર ગાંઠિયા રથ જેવી અમદાવાદના પ્રખ્યાત ફૂડ આઉટલેટ સામેલ છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.