કોરોના વાયરસે દુનિયાભરમાં લાખો લોકોના જીવ લીધા છે, ત્યારે હાલ મળતી ખબર પ્રમાણે મહાત્મા ગાંધીના પ્રપૌત્ર સતીષ ધુપેલિયાનું કોરોના વાયરસ કારણે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં નિધન થયું. તેમની ઉંમર 66 વર્ષની હતી. તેઓ દક્ષિણ આફ્રિકામાં સામુદાયિક કાર્યકર તરીકે કાર્યરત હતા. અને તેમના પરિવારે દ્વારા જ આ ખબરની પુષ્ટિ કરવામાં આવી છે.

ધુપેલિયાને ન્યૂમોનિયા થયો હોવાથી તેમની સારવારને લઈ એક મહિનાથી હોસ્પિટલમાં હતા અને ત્યાં જ તેઓ કોરોના વાઈરસથી સંક્રમિત થયા હતા. રવિવારના રોજ કોરોના સંક્રમણના કારણે તેમનું નિધન થયું. ત્રણ દિવસ પહેલા તેમનો જન્મ દિવસ પણ હતો.

સતીષ ધુપેલિયાના પરિવાર તરફથી તેમની બહેન ઉમા ધુપેલિયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટમાં કરીને જણાવ્યું હતું કે: “ન્યૂમોનિયાથી એક મહિનાથી પીડાયા પછી મારા પ્રિય ભાઈનું નિધન થયું છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓ કોવિડ-19ના સકંજામાં આવી ગયા હતા” રવિવારે કરેલી એક પોસ્ટમાં તેમણે જણાવ્યું છે કે “આજે સાંજે તેમને હાર્ટ-અટેક આવ્યો હતો. અને ત્યારબાદ તેમનું નિધન થયું હતું. ”
A one page tribute to a big life and a big heart
Satish Dhupelia was born on 19 November 1954, the son of Shashikant…
Posted by Uma Dhupelia-Mesthrie on Sunday, 22 November 2020
સતીષ ધુપેલિયાનો જન્મ 19 નવેમ્બર 1954ના રોજ થયો હતો. તેઓ શશિકાન્ત અને સિતા ધુપેલિયાના પુત્ર હતા. આ માહિતી પણ તેમની બહેને પોસ્ટની અંદર આપી હતી. સતીષ ધુપેલિયાને ભાવભીની શ્રદ્ધાંજલિ !!!