કૌશલ બારડ ધાર્મિક-દુનિયા

સર્વપિતૃ અમાસના દિવસે આટલું કરજો, બધા જ પિતૃઓ એક સાથે રાજી થશે!

શ્રાધ્ધ-પક્ષની વિદાય થવામાં છે, જેનો છેલ્લો દિવસ અર્થાત્ ‘સર્વપિતૃ અમાવસ્યા’ શનિવારના રોજ ૨૮ સપ્ટેમ્બરના દિવસે છે. સર્વપિતૃ અમાસના દિવસે જો ભાવિક ઇચ્છે તો પોતાના બધા પિતૃઓને એકસાથે ખુશ કરી શકે છે, એમને પરિતૃપ્ત કરી શકે છે. જે પિતૃઓએ આપણા માટે જીવનભર કષ્ટો વેઠ્યાં હોય એમને શ્રાધ્ધપક્ષમાં કોઈક રીતે યાદ કરવાની, કૃતજ્ઞતા વ્યક્ત કરવાની આપણી ફરજ પણ બને જ છે.

Image Source

અહીં અમે જણાવી રહ્યા છે કેટલાંક એવાં કાર્યો વિશે, જે કરવામાં તમને વધારે વખત નથી લાગવાનો કે નથી વધારે પણ મુશ્કેલી પડવાની પણ એટલું ચોક્કસ કે આને લીધે પિતૃઓને એકસાથે રાજી રાખી શકાય છે. આવો જાણીએ આ કેટલાંક ઉપાયો વિશે :

Image Source

(1) ભારદવા મહિનાની અમાસ અર્થાત્ સર્વપિતૃ મોક્ષ અમાવસ્યાને દિવસે દક્ષિણ દિશામાં પિતૃઓ માટે ૨, ૫, ૧૧ અથવા ૧૬ દીપક પ્રગટાવવા જોઈએ. એ સાથે તુલસી અને પીપળાનાં ઝાડને જળ ચડાવવું પણ ઉત્તમ માનવામાં આવે છે.

(2) “ૐ પિતૃભ્ય: નમ:” – પિતૃઓનાં સર્વસુખ માટે આ મંત્રનો જાપ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ મંત્રનો જાપ કરતા રહીને તાંબાના કળશ વડે પિતૃઓનો શુધ્ધ જળ સાથે અભિષેક કરવો. એ ઉપરાંત, સુગંધિત ધૂપ સાથે આ મંત્રનો જાપ કરતા રહીને આહુતિ આપવાની પણ પ્રથા છે.

(3) ગાયને રોટલો આપો, કુતરાંને ખાવાનું આપો, કિડીયારું પૂરો અને કાગડાને ખીરપૂરી અવશ્ય નાખો.

Image Source

(4) બ્રાહ્મણોને આ દિવસે દક્ષિણા આપવાથી ઉત્તમ પૂણ્યની પ્રાપ્તિ થાય છે.

(5) “હે મહાદેવ! ૧૬ દિવસ મે હ્રદયથી મારા પિતૃઓની સેવા કરી છે. જો એમાં કોઈ કમી રહી ગઈ હોય તો પિતૃઓ મારી ભક્તિને જ સેવા સમજીને આ નાચીજને માફ કરે!” – શિવમંદિરમાં ભગવાન શિવને ફુલ કે મીઠાઈનો ભોગ અર્પીને આ પ્રાર્થના કરવી જોઈએ.

(6) પિતૃસુક્તમ્, પિતૃકવચનો જાપ કરવો. ગીતા, ભાગવત, ગરુડપુરાડ, ગજેન્દ્રમોક્ષ, વિષ્ણુ-સહસ્ત્રનામ વગેરેનો પણ પાઠ કરવો અથવા યોગ્ય બ્રાહ્મણ પાસે કરાવવો.

Image Source

(7) પિતૃતર્પણ દક્ષિણાભિમુખ રહીને કરવું. તર્પણ વેળાએ પિતૃસુક્તમ્ કે પિતૃકવચનો જાપ કરવો.
Author: કૌશલ બારડ GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.