શુભમન ગિલ સાથે સારા અલી ખાનનો હોટલથી નીકળા, યુઝર્સ બોલ્યા પાક્કું આ બંને વચ્ચે ચક્કર ચાલી રહ્યું છે

પટૌડી પરિવારની લાડલી સારા અલી ખાન તેની ફિલ્મો કરતા વધુ તેના અંગત જીવનને લઈને ચર્ચામાં રહે છે. સુશાંત સિંહ રાજપૂત, કાર્તિક આર્યન અને હવે ક્રિકેટર શુભમન ગિલ સાથે સારા અલી ખાનનું નામ જોડાઈ રહ્યું છે. એક્ટ્રેસ અને ક્રિકેટર વચ્ચે શું ચાલી રહ્યું છે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ અહેવાલ નથી, પરંતુ ચાહકો બંને વચ્ચે શું ચાલી રહ્યું છે તે જાણવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. થોડા સમય પહેલા બંને એક રેસ્ટોરન્ટમાં સાથે લંચ કરતા જોવા મળ્યા હતા અને હવે તેઓ ફરી એકવાર સાથે સ્પોટ થયા છે. એક વીડિયો સામે આવ્યો છે,

જેમાં સારા અને શુભમન દિલ્હીની એક હોટલમાંથી એકસાથે બહાર નીકળતા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સારા અને શુભમનને ફ્લાઈટમાં પણ એકસાથે જોવામાં આવ્યા હતા. સારાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે પિંક ટેન્ક ટોપમાં જોવા મળી રહી છે. સારા અલી ખાન પ્લેનમાં ચાહકો સાથે ફોટો ક્લિક કરી રહી છે. સેલ્ફી લીધા પછી સારા ફ્લાઇટમાં શુભમન ગિલની બાજુમાં બેઠી. સારા અને શુભમનને ફરી એકસાથે જોવાના સમાચારે તેમના ફેન્સને ઉત્સાહિત કરી દીધા.

સારાની ફ્લાઈટનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યો છે. આ વીડિયોએ ક્રિકેટર સાથે તેના ડેટિંગના સમાચારોને વધુ હવા આપી છે. સારાને સવાલ પૂછતાં યુઝરે લખ્યું- શું અફેર છે ? બીજાએ લખ્યું – શુભમન ગિલ સારા સાથે ઝનૂની છે. લોકો સોશિયલ મીડિયા પર સારા શુભમનની ડેટિંગની ચર્ચા કરી રહ્યા છે. કેટલાક ચાહકો તેમના સંબંધોને સત્તાવાર બનાવવાની રાહ જોઈ રહ્યા છે. જો કે, હજુ સુધી બંને તરફથી ડેટિંગ અંગે કોઈ નિવેદન સામે આવ્યું નથી.

ઉલ્લેખનીય છે કે સારા અલી ખાન અને શુભમન ગિલના ડેટિંગના સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે બંને રેસ્ટોરન્ટમાં એકસાથે જોવા મળ્યા હતા. આ પછી શુભમનના જન્મદિવસ પર તેના એક મિત્રએ સારાનું નામ લઈને આડકતરી રીતે તેને શુભેચ્છા પાઠવી. ત્યારથી જ સમાચાર આવવા લાગ્યા કે બંને રિલેશનશિપમાં છે. જો કે સારા અને શુભમન તરફથી અત્યાર સુધી આ વિશે કોઈ પ્રતિક્રિયા આવી નથી.

વર્કફ્રન્ટની વાત કરીએ તો, સારા છેલ્લે અક્ષય કુમાર અને ધનુષ સાથે ‘અતરંગી રે’માં જોવા મળી હતી. હવે તે વિક્રાંત મેસી સાથે ‘ગેસ લાઈટ’માં અને વિક્કી કૌશલ સાથે એક ફિલ્મમાં જોવા મળશે જેનું નામ હજુ નક્કી થયું નથી. આ સિવાય તેણે તાજેતરમાં ફિલ્મ ‘એ વતન મેરે વતન’ની જાહેરાત કરી હતી, જે ઓટીટી પર રિલીઝ થશે.

Shah Jina