શું લગ્ન પહેલા જ આલિયા ભટ્ટ થઇ ગઇ હતી પ્રેગ્નેટ ? બહેન શાહિન ભટ્ટનો ખુલાસો સાંભળી ટ્રોલર્સ પણ ચોંકી જશે

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ પ્રેગ્નેટ છે અને ટૂંક સમયમાં જ તે તેના જીવનના સૌથી ખાસ ફેસમાં આવવાની છે. આલિયા અને રણબીરના ઘરે ટૂંક સમયમાં જ નાનો મહેમાન આવવાનો છે. જણાવી દઇએ કે, આલિયાએ એપ્રિલ-2022માં રણબીર કપૂર સાથે લગ્ન કર્યા હતા અને જૂનમાં તેણે પ્રેગ્નેંસીની જાહેરાત કરી હતી. ત્યારે આલિયા ભટ્ટની પ્રેગ્નેંસીની જાહેરાત બાદ લોકો લગ્ન પહેલા ગર્ભવતી થઇ હોવાનું કહી રહ્યા હતા અને ઘણા લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા હતા. ત્યારે હવે આલિયાના બચાવમાં તેની બહેન શાહીન ભટ્ટ આવી છે.

તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં શાહીન ભટ્ટે કહ્યું કે તમે હંમેશા બધાને ખુશ રાખી શકતા નથી. દરેકને ખુશ કરવું અશક્ય છે. પબ્લિક ફિગર બનવાના કેટલાક ગેરફાયદા પણ છે. આંખો હંમેશા તમારા પર હોય છે. આલિયા વિશે શાહિને કહ્યું કે તેની પોતાની જિંદગી છે. બંને જાહેર વ્યક્તિઓ છે, તેથી હંમેશા કેટલાક લોકો નકારાત્મક વાત કરશે. શું ધ્યાન આપવું અને કઈ તરફ ધ્યાન આપવું તે શીખવું પણ જરૂરી છે. શાહીને આલિયાની પ્રેગ્નેંસી વિશે કહ્યું કે પરિવાર નર્વસ અને ઉત્સાહિત છે.

શાહિને કહ્યું કે આલિયા માતા બનવા જઈ રહેી છે અને તમામ ભાઈ-બહેનોમાં આ પ્રથમ છે. શાહિને કહ્યું કે અમે બાળકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. અમે આ માટે ખૂબ જ ઉત્સાહિત છીએ.આલિયા ભટ્ટની બહેન શાહિને એમ પણ કહ્યું કે, “અમારા પરિવાર માટે આ એક અદ્ભુત વર્ષ રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં તેમાં જબરદસ્ત વધારો થયો છે અને હવે વધુ ખુશીઓ આવી રહી છે અને હું પણ તેના માટે ખૂબ જ ઉત્સાહિત છું.”

હાલમાં જ આલિયાએ તેના બેબી શાવરની તસવીરો પણ શેર કરી હતી.તસવીરોમાં આલિયા, રણબીર, કપૂર પરિવારના સભ્યો અને ખાસ મિત્રો પણ હતા. તમને જણાવી દઈએ કે આલિયા છેલ્લે રણબીર કપૂર સાથે બ્રહ્માસ્ત્ર પાર્ટ-1માં જોવા મળી હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, નાગાર્જુન અને મૌની રોય પણ મહત્વના રોલમાં હતા. આ ફિલ્મમાં શાહરૂખ ખાને કેમિયો કર્યો હતો. અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 9 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થઈ હતી અને તે જબરદસ્ત હિટ સાબિત થઈ હતી.

આલિયા તેની પ્રથમ હોલીવુડ ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોનમાં પણ ગેલ ગેડોટ, જેમી ડોર્નન અને સોફી ઓકોનેડો સાથે દેખાશે. આ ફિલ્મ 2023માં નેટફ્લિક્સ પર એક્સક્લુઝિવલી પ્રીમિયર થશે. આ સિવાય આલિયા પાસે કરણ જોહરની રોકી અને રાની લવસ્ટોરી પણ છે. આ ફિલ્મમાં ધર્મેન્દ્ર, જયા બચ્ચન, શબાના આઝમી અને રણવીર સિંહ પણ છે. આ ફિલ્મ 2023માં રિલીઝ થશે.

Shah Jina