બોલિવુડ સ્ટાર્સથી લઇને ટીવી સેલેબ્સ સુધીમાં કરવા ચોથને લઇને જબરદસ્ત ઉત્સાહ જોવા મળે છે. ઘણી અભિનેત્રીઓ તેમના પતિ માટે વ્રત રાખે છે અને પછી પૂજા કરે છે. કરવા ચોથના અવસર પર બોલિવૂડ અને ટીવી જગતના ઘણા સેલેબ્સે તેમના સોશિયલ મીડિયા પર કરવા ચોથની તસીવરો શેર કરી છે. બોલિવૂડ એક્ટ્રેસ કેટરીના કૈફે લગ્ન બાદ પોતાની પ્રથમ કરવા ચોથની ઉજવણી કરી હતી.
કેટરીનાએ સોશિયલ મીડિયા પર વિક્કી કૌશલ અને સાસુ-સસરા સાથેના ફોટો શેર કર્યા હતા.બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોયે પણ લગ્ન બાદ પોતાની પહેલી કરવા ચોથ સેલિબ્રેટ કરી હતી. આ અવસર પર અભિનેત્રી દુલ્હનની જેમ તૈયાર થઇ હતી અને પતિ માટે વ્રત રાખ્યુ હતુ. મૌનીએ પતિ સૂરજ નામ્બિયાર સાથે ઘરના ટેરેસ પર કરવા ચોથની પૂજા કરી, આ પ્રસંગે તેણે પરંપરાગત વિધિ કરી. તે પતિને ચાળણીમાં જોતી જોવા મળી હતી.
આ પહેલા મૌનીએ મહેંદીની તસવીરો શેર કરી હતી, આ તસવીરોમાં મૌની તોફાની પોઝ આપતી જોવા મળી હતી. મૌનીએ તેના મહેંદી વાળઆ હાથને જોરદાર ફ્લોન્ટ કર્યા હતા. અભિનેત્રીએ કરવા ચોથ માટે બ્રાઇડલ મહેંદી લગાવી હતી. મૌની રોયે આ વર્ષે દુબઈના જાણીતા બિઝનેસમેન સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કર્યા હતા. કેટરીના અને મૌની રોય ઉપરાંત નેહા કક્કર અને રોહનપ્રીત સિંહે પણ કરવા ચોથ સેલિબ્રેટ કરી હતી.
કરવા ચોથની પૂજા બાદ આ કપલે એકસાથે ઘણા રોમેન્ટિક પોઝ આપ્યા હતા. ફેન્સ પણ કપલના વખાણ કરતા થાકતા નથી, કેટલાક યુઝર્સે બંનેની આ તસવીર જોયા બાદ કહ્યું- આકાશમાં બે ચાંદ લાગી ગયા છે. ટીવી સીરિયલ ‘કુંડલી ભાગ્ય’માં પ્રીતાની ભૂમિકા ભજવનાર શ્રદ્ધા આર્યાએ પણ આ વર્ષે તેની પ્રથમ કરવા ચોથની ઉજવણી કરી. અભિનેત્રીએ તેના પતિ રાહુલના લાંબા આયુષ્ય માટે વ્રત રાખ્યુ હતુ.
તેણે કરવા ચોથના દિવસની ઘણી ઝલક શેર કરી હતી. જેમાં તે લાઇમ ગ્રીન લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. જેમ કે બધા જાણે છે કે અભિનેત્રીના પતિ રાહુલ નેવીમાં છે. લગ્ન બાદથી જ શ્રદ્ધા ચાહકોને લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપના ગોલ આપી રહી છે. તેણે પતિથી દૂર રહીને કરવા ચોથની ઉજવણી કરી હતી. જો કે તેણે ઘણી ઝલક શેર કરી છે, પરંતુ તેનો એક વીડિયો ચાહકોના દિલને સ્પર્શી ગયો.
વીડિયોમાં શ્રદ્ધા ‘સપને મેં મિલતા હૈ’ ગીત પર ડાન્સ કરતી જોવા મળી હતી. આ ઉપરાંત ટીવી એક્ટ્રેસ દિશા પરમાર અને રાહુલ વૈદ્યએ પણ કરવા ચોથ પર એક ક્યૂટ વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં દિશા રાહુલના ચહેરાને ચાળણી વડે જોતી જોવા મળે છે. આ દરમિયાન બંને સતત વાતો કરી રહ્યા છે. દિશા લાલ સૂટમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી છે, જ્યારે રાહુલ સફેદ શર્ટ અને ડેનિમ જીન્સમાં એકદમ સિમ્પલ લુકમાં જોવા મળી રહ્યો છે.