બાદશાહ તો ભારે નસીબદાર, ખુબસુરત પંજાબી અભિનેત્રી થઇ ગઈ સિંગર પર ફિદા, જુઓ તસવીરો
બાદશાહ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં એક ખાસ ઓળખ ધરાવે છે. આ દિવસોમાં તે ઘણો ચર્ચામાં છે. આ વખતે તે તેના કોઈ ગીતને કારણે નહીં પરંતુ તેની લવ લાઈફને કારણે હેડલાઈન્સમાં છે. રિપોર્ટ્સ અનુસાર બાદશાહ પંજાબી એક્ટ્રેસ ઈશા રિખીને ડેટ કરી રહ્યો છે. હાલમાં, આ અંગે બાદશાહ કે ઇશા તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. ઇશાની વાત કરીએ તો, તે વ્યવસાયે મોડલ અને અભિનેત્રી છે.
તેનો જન્મ 9 સપ્ટેમ્બર 1993ના રોજ પંજાબમાં થયો હતો અને તે ચંદીગઢની રહેવાસી છે. ઈશાએ પંજાબ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. આ પછી તે મોડલિંગની દુનિયામાં સક્રિય થઈ ગઈ. તેણે ‘જટ્ટ બોયલ પુટ જટ્ટન દે’ થી ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું. ઇશાએ ‘હેપ્પી ગો લકી’, ‘મેરે યાર કમીને’, ‘વોટ ધ જટ્ટ’ અને ‘અરદાસ’ જેવી પંજાબી ફિલ્મોમાં પોતાનુ એક્ટિંગ ટેલેન્ટ બતાવ્યુ છે. બોલિવૂડ ફિલ્મોને પસંદ કરતી ઇશાએ બોલિવૂડમાં પણ કામ કર્યું છે.
તેણે હિન્દી ફિલ્મોમાં ‘નવાબઝાદે’ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. ઈશા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના ફોટા શેર કરતી રહે છે. કહેવામાં આવી રહ્યું છે કે બાદશાહ અને ઈશાની મિત્રતા એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી. ઈશાની સાદગી અને સુંદરતાએ બાદશાહનું દિલ જીતી લીધું હતું. બંનેને એકબીજાની ઘણી વસ્તુઓ ગમે છે. બાદશાહ થોડા સમય પહેલા તેની પત્નીથી અલગ થઈ ગયો હતો.
આવી સ્થિતિમાં ઈશા દ્વારા તેના જીવનમાં ફરી એકવાર પ્રેમનો પ્રવેશ થયો છે. રીપોર્ટ્સ અનુસાર, આ સંબંધને ઈશા અને બાદશાહના પરિવારને પણ મંજૂર છે. હાલમાં બંને તરફથી તેમના સંબંધો અંગે કોઈ નિવેદન સામે આવ્યું નથી. બાદશાહનું નામ અગાઉ સોહેલ ખાનની પૂર્વ પત્ની સીમા સજદેહ સાથે જોડાયું હતું.
મળતી માહિતી મુજબ, કરણ જોહરે બંનેની ઓળખાણ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. ઈશા રિખી ફિલ્મો સિવાય ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ છવાઈ છે. બાદશાહના અંગત જીવનની વાત કરીએ તો, તેના લગ્ન જાસ્મિન સાથે થયા હતા, પરંતુ લગભગ બે વર્ષ પહેલા લોકડાઉન દરમિયાન તેમના સંબંધોમાં તિરાડના સમાચાર આવ્યા હતા.
એવું પણ કહેવાય છે કે જાસ્મિન પંજાબમાં એકલી રહેતી હતી. જણાવી દઈએ કે બાદશાહ અને જાસ્મિનને એક પુત્રી છે, જેનું નામ જેસ્મી ગ્રેસ મસીહ સિંહ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોવિડ પીરિયડ પછી જાસ્મિન પોતાની દીકરી સાથે લંડન શિફ્ટ થઈ ગઈ છે.