ચાળણીથી મોં છુપાવી કરવા ચોથ સેલિબ્રેશન માટે અનિલ કપૂરના ઘરે પહોંચ્યો રાજ કુંદ્રા, યુઝર્સ બોલ્યા- હદ થઇ ગઇ યાર આ તો…

ના માસ્ક, ના હેલમેટ કરવા ચોથ પર શિલ્પા શેટ્ટીની ચાળણીથી રાજ કુંદ્રાએ છુપાવ્યુ મોં, યુઝર્સ બોલ્યા- હદ થઇ ગઇ

ગુરુવારે દેશભરમાં કરવા ચોથની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સામાન્ય લોકોથી લઇને બોલિવુડ સેલેબ્સે પણ ધામધૂમથી ઉજવણી કરી હતી. બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી દર વર્ષે કરવા ચોથનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. શિલ્પા શેટ્ટીએ બોલિવૂડ એક્ટર અનિલ કપૂરના ઘરે કરવા ચોથની ઉજવણી કરી હતી. અનિલની પત્ની સુનીતા કપૂરે પોતાના ઘરે બોલિવૂડની પત્નીઓ માટે કરવા ચોથની પૂજા રાખી હતી. આ પ્રસંગે શિલ્પા પણ પહોંચી હતી

અને તેનો પતિ રાજ કુન્દ્રા પણ પહોંચ્યો હતો. અનિલ કપૂરના ઘરની બહાર પહોંચતા જ રાજ કુન્દ્રાએ પેપરાજીઓને જોઈને ચાળણીથી પોતાનો ચહેરો છુપાવી લીધો હતો. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે અને રાજને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. પતિના લાંબા આયુષ્ય માટે શિલ્પા શેટ્ટીએ પણ વ્રત રાખ્યું હતુ અને પૂજા કરી હતી. જ્યારે રાજ કુન્દ્રા પૂજામાં હાજરી આપવા માટે અનિલ કપૂરના ઘરે પહોંચ્યો

તો કેમેરાનો ફોકસ બધો જ તેના પર જતો રહ્યો અને રાજે આનાથી બચવા જે કર્યું તે મજાકનો શિકાર બની ગયો. કેમેરાથી પોતાનો ચહેરો છુપાવવા માટે રાજ કુન્દ્રાએ ના તો માસ્ક, ના તો હેલમેટનો ઉપયોગ કર્યો પણ શિલ્પાની ચાળણી વડે પોતાનો ચહેરો ઢાંક્યો. આ ચાળણી પર SSK એટલે કે શિલ્પા શેટ્ટી કુન્દ્રા લખેલુ હતુ. આ વીડિયોને વિરલ ભયાણીએ તેના સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે અને યુઝર્સે કોમેન્ટનો ધમધમાટ મચાવ્યો છે. આ વીડિયો પર ઘણાએ ફની કોમેન્ટ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

એકે કોમેન્ટ કરી, ‘શિલ્પા આ ભાઈની વિધિ કેમ કરી રહી છે’ તો એકે લખ્યું ‘ચાંદ છુપા છલની મેં’.બીજી વ્યક્તિએ કહ્યું, ‘ભાઈ તમે ચંદ્ર નહીં જોશો, તેના પર પણ ડાઘ પડી જશે’. અન્ય એક યુઝરે લખ્યું છે કે, ‘કામ ઊંધું કરો અને પછી ચહેરો છુપાવો.’એક યુઝરે લખ્યું છે, ‘આજે માસ્ક મળ્યો નથી’. જ્યારે બીજાએ લખ્યું, ‘તે આ રીતે પોતાનો ચહેરો છુપાવીને અપમાનને ડબલ કરી રહ્યો છે.’ જણાવી દઇએ કે, રવિના ટંડન, નીલમ કોઠારી સહિત અનેક સેલેબ્સ અહીં પહોંચ્યા હતી.

Shah Jina