આજના યુવા વર્ગમાં ટેલેન્ટની કઈ કંઈ નથી અને કેવી રીતે પૈસા કમાવવા તે પણ ખુબ જ સારી રીતે જાણે છે. આજે ઘણા એવા યુવાનો છે જેમને તેમની આવડતથી દેશ અને દુનિયાભરમાં મોટું નામ કર્યું છે અને શૂન્યથી સર્જન પણ કર્યું છે. ઘણા યુવાનોએ નાના વેપાર દ્વારા શરૂઆત કરી અને આજે દુનિયાભરમાં પોતાની બ્રાન્ચ પણ ખોલી દીધી છે. ઘણા યુવાનોએ ચાના ધંધા દ્વારા પણ મોટી નામના મેળવી છે, ત્યારે હાલમાં એવી જ એક યુવતીની કહાની વાયરલ થઇ રહી છે.
બિહારની એક BTech સ્ટુડન્ટે પોતાનું સપનું સાકાર કરવા માટે હરિયાણાના ફરીદાબાદમાં ચાની દુકાન ખોલી છે. આ યુવતીનું નામ વર્તિકા સિંહ છે અને તે ઘણા સમયથી પોતાનો બિઝનેસ શરૂ કરવા આતુર હતી. એટલું જ નહીં, તે પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે તેની બીટેક ડિગ્રી પૂર્ણ કરવા માટે ચાર વર્ષ સુધી વધુ રાહ જોવા માંગતી ન હતી.
વર્તિકાએ નાના પગલાં લેવાનું નક્કી કર્યું અને BTech Chaiwali નામની ચાની દુકાન શરૂ કરી. આને લગતો એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં વર્તિકા તેના ચા સ્ટોલ વિશે વાત કરતી જોવા મળી રહી છે. જોકે તેણે પોતાના બિઝનેસ અને પ્લાનિંગ વિશે બહુ ઓછી માહિતી આપી છે.
વાયરલ વીડિયો ક્લિપમાં વર્તિકાએ જણાવ્યું કે તેણે ફરીદાબાદમાં ગ્રીન ફિલ્ડ પાસે ચાની દુકાન ખોલી છે. આ ચા-સ્ટોલ સાંજે 5.30 થી 9.00 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. વર્તિકા આ સ્ટોલ પર વિવિધ પ્રકારની મસાલા ચા અને લેમન ટી 20 રૂપિયા પ્રતિ કપના દરે ઓફર કરે છે, જ્યારે તે કપ દીઠ 10 રૂપિયામાં રેગ્યુલર ચા ઓફર કરે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તેની પાસે ટી સ્ટોલ પર એક નાનો સ્ટોવ છે, જેના પર એલ્યુમિનિયમની કીટલી મૂકવામાં આવી છે.
View this post on Instagram
કેટલાક લોકો વર્તિકાની આસપાસ ઊભા છે અને તેમણે ઓર્ડર કરેલી ગરમ ચા મેળવવાની રાહ જોઈ રહ્યા છે. તેનો વીડિયો અત્યાર સુધીમાં 56 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સે વર્તિકાના આત્મનિર્ભર બનવાના સંકલ્પ અને પ્રયાસની પ્રશંસા કરી છે. એક યુઝરે લખ્યું, મને તમારું સ્મિત અને આત્મવિશ્વાસ ગમે છે. હું તમારા માટે પ્રાર્થના કરીશ. અન્ય યુઝરે લખ્યું, ચાલુ રાખો. આવનારા એક વર્ષમાં તમે એક બ્રાન્ડ બની જશો. અન્ય એક યુઝરે કોમેન્ટ બોક્સમાં લખ્યું, આ હિંમત માટે ઘણા સન્માન. છોકરી માટે આ બહુ સન્માનની વાત છે.