ભારતની આ મહિલા પોલીસ ઓફિસર ફરજની સાથે કરે છે મોડલિંગ, તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે, જુઓ

આ છે દેશની મલ્ટી ટેલેન્ટેડ મહિલા પોલીસ ઓફિસર, જે પોતાની ફરજ ઉપરાંત બાઈક, બોક્સિંગ અને મોડેલિંગની છે શોખીન, ગ્લેમરસ તસ્વીરઓથી ભરેલું છે એકાઉન્ટ, જુઓ

આજે આપણા દેશની સ્ત્રીઓ પુરુષો કરતા કમ નથી, દરેક ક્ષેત્રમાં સ્ત્રીઓ આગળ નીકળી ગઈ છે અને દેશનું નામ ગર્વથી રોશન પણ કરી રહી છે. કેટલાક કામો એવા હતા જેને જોઈને લોકો કહેતા કે આ કામ સ્ત્રી ના કરી શકે એવા કામમાં પણ આજે સ્ત્રીએ સફળતા મેળવી લીધી છે. ત્યારે ઘણી સ્ત્રીઓ પોલીસ અને આર્મીમાં પણ હાલ ફરજ બજાવી રહી છે, જેમની કહાની પણ ઘણા લોકો માટે પ્રેરણા દાયક હોય છે.

આજે અમે તમને એક એવો જ મહિલા પોલીસકર્મી વિશે જણાવીશું, જે ફરજની સાથે સાથે મોડેલિંગ પણ કરે છે.સિક્કિમની મહિલા પોલીસ ઓફિસર એકા હંગમા સુબ્બા ઉર્ફે એકશા હંગમા સુબ્બાના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. લોકો તેની મલ્ટિટેલેન્ટ વિશે ઘણી ચર્ચા કરી રહ્યા છે. હંગમા સુબ્બા માત્ર એક પોલીસ અધિકારી જ નથી, પરંતુ તે સુપર મોડલ, બાઈકર અને રાષ્ટ્રીય સ્તરની બોક્સર પણ છે. સોશિયલ મીડિયા પર પણ તેની સારી ફેન ફોલોઈંગ છે.

લગભગ 88 હજારથી વધુ લોકો તેને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે. અહીં તે પોતાની તસવીરો પોસ્ટ કરતી રહે છે. તેની પોસ્ટ પર હજારો લાઈક્સ આવે છે. હાલમાં જ તેણે એક પોસ્ટ કરી છે જેમાં તેની જીવન યાત્રા બતાવવામાં આવી છે. હંગમા સુબ્બાને શરૂઆતથી જ મોડલિંગનો શોખ છે. તેણે રિયાલિટી ટીવી શોમાં પણ ભાગ લીધો છે. સુબ્બાએ એમટીવી સુપરમોડેલ ઓફ ધ યર શોમાં પણ પોતાની આગવી ઓળખ ફેલાવી છે.

મોડેલિંગમાં રસ હોવા ઉપરાંત, તે એક મહાન બાઇકર અને રાષ્ટ્રીય સ્તરની બોક્સર પણ છે. હંગમા સુબ્બા કહે છે કે મારું પેશન અને પ્રોફેશન ખૂબ જ અલગ છે. તેણે પોતાના પિતાને પોતાના પ્રથમ ગુરુ ગણાવ્યા. બોક્સિંગ વિશે તેણે કહ્યું હતું કે તેના ગામમાં બોક્સિંગના ક્લાસ ચાલતા હતા. પિતાએ મને ફિટ રહેવા માટે ત્યાં મોકલ્યો હતો. પણ ત્યાંથી મને બોક્સિંગની લત લાગી ગઈ.

તેણે બાઇકના શોખ વિશે જણાવ્યું કે એકવાર પિતા ભાઇને ડ્રાઇવિંગ શીખવતા હતા ત્યારે હું પણ પાસે જ ઉભી હતી. તેમણે મને કહ્યું કે તું પણ પ્રયત્ન કર. તું પણ કરી શકે છે અને પછી હું પણ બાઇક ચલાવતા શીખી ગઈ. હંગમા સુબ્બાએ કહ્યું કે બાઈક ચલાવવા, બોક્સિંગ અને પોલીસમાં જવા પાછળ તેના પિતાનો હાથ છે.

દેશના જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પણ 19 વર્ષની વયે પોલીસ સેવામાં જોડાનાર હંગમા સુબ્બાની અસાધારણ પ્રતિભાના વખાણ કર્યા છે. મહિન્દ્રાએ તેમને વન્ડર વુમનનું બિરુદ આપ્યું હતું. અભિનેત્રી મલાઈકા અરોરાએ પણ તેની પ્રશંસા કરી હતી. હંગમા સુબ્બા કહે છે કે તમારો જે પણ શોખ છે તેને પૂરો કરવાની ઈચ્છાશક્તિ હોવી જોઈએ. દુનિયામાં એવું કોઈ કામ નથી કે જેને તમે પૂર્ણ કરવા માંગતા હોવ અને તેમાં સફળતા ન મળે.

Niraj Patel