ફિલ્મી દુનિયા

સારા અલી ખાનના મહેલમાં કોરોના ઘુસ્યો, જાણો કોનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો

માયાનગરી મુંબઈમાં કોરોના વાયરસનો ખતરો વધી રહ્યો છે. સામાન્ય નાગરિકથી લઈને બોલીવુડના સિતારાઓ સુધી કોરોનાએ ભરડો લીધો છે.
શનિવારે બચ્ચન પરિવારના ઘરમાં કોરોનાની એન્ટ્રી થઇ બાદ માં અનુપમ ખેરનાના ઘરમાં કોરોનાએ ભરડો લીધો છે. હવે ખબર આવી રહી છે કે, સૈફ અલી ખાનની પૂર્વ પત્નીના ઘરમાં પણ કોરોનાની એન્ટ્રી થઇ ચુકી છે, હાલમાં જ સારાએ સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું હતું કે તેના ડ્રાઈવરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ખબર આવતા જ બોલીવુડમાં હંગામો મચી ગયો છે. સારા અલી ખાને સોમવારે મોડી રાતે આ વાતની જાણકારી આપી હતી કે, તેના ડ્રાઈવરને કોરોના થઇ ગયો છે. ડ્રાઈવરને ક્વોરેન્ટાઇન સેન્ટરમાં મોકલી દેવામાં આવ્યો છે. વધુમાં સારા અલી ખાને લખ્યું હતું કે, ડ્રાઈવરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેના પરિવાર અને સ્ટાફ પણ કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ આવી ગયો છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

સારાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘હું તમને કહેવા માંગુ છું કે અમારા ડ્રાઇવરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રિપોર્ટ આવતાની સાથે જ બીએમસીને જાણ કરવામાં આવી અને બાદમાં ડ્રાઇવરને ક્વોરેન્ટાઇન સેન્ટરમાં મોકલી દેવાયો.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

સારા અલી ખાને વધુમાં લખ્યું હતું કે, ‘મારા પરિવારના સભ્યો અને ઘરના તમામ સ્ટાફનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આપણે બધા જરૂરી સાવચેતી રાખી રહ્યા છીએ. બીએમસી દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકા બદલ આભાર. બધા સલામત રહે. ‘

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

થોડા દિવસ પહેલા સારા અલી ખાન તેના ભાઈ ઇબ્રાહિમ સાથે સાયકલ ચલાવતી જોવા મળી હતી. આ બંનેની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી સારાએ આ તસવીરો શેર કરી અને લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.