કેદારનાથના દર્શન કરવા માટે પહોંચી સારા અલી ખાન, પહેર્યું એવું માસ્ક કે કોઈ ઓળખી જ ના શક્યું, ચાહકોને આવી સુશાંતની યાદ, જુઓ તસવીરો

બરફના વરસાદ વચ્ચે પણ સારા અલી ખાને કેદારનાથ ધામમાં ટેકવ્યું માથું, ચાહકોએ કર્યા પેટ ભરીને વખાણ, જુઓ તસવીરો

Sara Ali Khan Visits Kedarnath : બોલિવુડના કલાકારો હંમેશા તેમની ફિલ્મો અને અભિનય ઉપરાંત તેમના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે કલાકારો જયારે તેમના વેકેશન પર જાય છે ત્યારે પણ ચાહકોની નજર તેમના પર મંડરાયેલી રહેતી હોય છે.

ત્યારે હાલ બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી અને અભિનેતા સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન પણ તેની લેટેસ્ટ તસવીરોને લઈને ચર્ચામાં આવી છે. સારા અલી ખાન હાલ વેકેશન મોડ પર છે અને તે કેદારનાથમાં બાબાના ધામમાં છે.

સારા અલી ખાન અવારનવાર પોતાના વેકેશનના ફોટા ચાહકો સાથે શેર કરતી રહે છે. આ વખતે અભિનેત્રીએ પોતાની તીર્થયાત્રાની તસવીરો શેર કરી છે. તે બાબા કેદારના દર્શન કરવા ઉત્તરાખંડ પહોંચી હતી. સારા અલી ખાને કેદારનાથના દર્શન કર્યા બાદ બાબાનો આભાર માન્યો છે.

સારા અલી ખાને તેની કારકિર્દીની શરૂઆત વર્ષ 2018માં ફિલ્મ ‘કેદારનાથ’થી કરી હતી. ફિલ્મના શૂટિંગ માટે અભિનેત્રી આખી ટીમ સાથે બે મહિના સુધી કેદારનાથ અને તેની આસપાસના વિસ્તારોમાં રોકાઈ હતી. કેદારનાથ તેની ડેબ્યૂ ફિલ્મના શૂટિંગને કારણે સારા અલી ખાનના દિલની ખૂબ નજીક છે.

સારાએ શેર કરેલી તસવીરોમાં તે ભક્તિમાં મગ્ન જોવા મળે છે. અને કેટલીક તસવીરોમાં તે વાદીઓની મજા માણી રહી છે. સારા પણ બરફીલા મેદાનોમાં ચાની ચૂસકી લેતી જોવા મળે છે. એક ફોટોમાં સારાએ ઠંડીથી બચવા માટે ફની ફેસ માસ્ક પહેર્યો છે, જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

સારાએ આ પોસ્ટને કેપ્શનમાં લખ્યું હતું કે, “જ્યારે હું અહીં પહેલીવાર આવી ત્યારે મેં ક્યારેય કેમેરાનો સામનો કર્યો નથી. આજે હું તેના વિના મારા જીવનની કલ્પના પણ કરી નથી શકતી. કેદારનાથ તમારો આભાર. આજે હું જે કંઈ છું તેં મને બધું જ આપ્યું છે.”

તેને આગળ લખ્યું છે, “બહુ ઓછા લોકોને અહીં આવવાનો મોકો મળે છે અને હું ભાગ્યશાળી છું કે મને ફરીથી અહીં આવવાનો મોકો મળ્યો અને તમારો આભાર. જય ભોલેનાથ” સારા અલી ખાનનાની તસવીરોને હવે ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

સારાની સુંદર તસવીરો જોયા બાદ ફેન્સ સુશાંત સિંહ રાજપૂતને મિસ કરી રહ્યા છે. હકીકતમાં, સારાની સાથે સુશાંત સિંહ રાજપૂત ફિલ્મ ‘કેદારનાથ’માં લીડ રોલમાં જોવા મળ્યો હતો. સારાએ કેદારનાથના ફોટા શેર કરતાની સાથે જ ફેન્સ કોમેન્ટ સેક્શનમાં સુશાંતને યાદ કરવા લાગ્યા.

સારા અલી ખાને તેના ઇન્સ્ટાગ્રામ પર તેની 10 તસવીરો શેર કરી છે અને ચાહકો પણ હવે તેના પર ભરપૂર પ્રેમ વરસાવતા જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે સારા અલી ખાન અવાર નવાર હિન્દૂ મંદિરોની પણ મુલાકાત લેતી હોય છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો સારા અલી ખાન છેલ્લે ફિલ્મ ‘ગેસલાઈટ’માં જોવા મળી હતી. હાલમાં જ તેણે ફિલ્મ ‘મેટ્રો ઇન દિનન’નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મ આ વર્ષે ડિસેમ્બરમાં મોટા પડદા પર રિલીઝ થશે. ફિલ્મમાં સારા ઉપરાંત આદિત્ય રોય કપૂર, અનુપમ ખેર, પંકજ ત્રિપાઠી, અલી ફઝલ અને નીના ગુપ્તા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

આ સિવાય સારા અલી ખાન ‘જરા હટકે જરા બચ કે’માં વિકી કૌશલ સાથે સ્ક્રીન સ્પેસ શેર કરતી જોવા મળશે. સારાના આગામી પ્રોજેક્ટ્સમાં ‘એ વતન મેરે વતન’ અને ‘મર્ડર મુબારક’ જેવી ફિલ્મો પણ સામેલ છે.

Niraj Patel