ગૌહર ખાનના ઘરે ગુંજી કિલકારી, 39 વર્ષે બની માં, ઘરમાં નાના મહેમાનના આવવાથી ઝૂમી ઉઠ્યો પરિવાર

ખુશખબરી: 39 વર્ષની ઉંમરે માં બની ગૌહર ખાન, પતિ જૈદ સાથે શેર કરી પોસ્ટ, જુઓ

Good News : બિગ બોસ વિનર અભિનેત્રી ગૌહર ખાન અને પતિ ઝૈદ દરબાર પેરેન્ટ્સ બની ગયા છે. 39 વર્ષીય અભિનેત્રીએ 10 મે બુધવારના રોજ એક પોસ્ટ દ્વારા ચાહકોને તેના પ્રથમ બાળકનું આ દુનિયામાં સ્વાગત કરવાની માહિતી આપી હતી, જેને જોયા બાદ માત્ર ચાહકો જ નહીં પરંતુ સેલેબ્સ પણ કપલને અભિનંદન આપતા જોવા મળ્યા.

ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતી વખતે અભિનેત્રીએ લખ્યું હતું, “અલ્લાહુમ્મા બારીક ફિહી,” તેની સાથે એક તસવીર શેર કરી હતી. જેમાં લખવામાં આવ્યુ હતુ કે, “અમારા પુત્ર તરફથી Salaam u alaikum બ્યુટીફુલ વર્લ્ડ. 10 મે 2023ના રોજ અમને સમજાયું કે વાસ્તવમાં ખુશીનો શું અર્થ છે. અમારો આશીર્વાદિત છોકરો તમારા પ્રેમ અને પ્રાર્થના માટે દરેકનો આભાર માને છે આભારી અને હસતાં નવા માતા-પિતા ઝૈદ અને ગૌહર.”

જણાવી દઇએ કે, ગૌહર અને ઝૈદે 25 ડિસેમ્બર 2020ના રોજ લગ્ન કર્યા હતા. કથિત રીતે બંને લોકડાઉન દરમિયાન સામાનની ખરીદી કરતી વખતે મળ્યા હતા, ત્યારબાદ બંનેએ ચેટિંગ કરવાનું શરૂ કર્યું અને પછી મિત્રતા ટૂંક સમયમાં પ્રેમમાં બદલાઈ ગઈ. જ્યારે ગયા વર્ષે બંનેએ એનિમેટેડ વીડિયો દ્વારા પ્રેગ્નેંસીની જાહેરાત કરી હતી.ગૌહર અને ઝેદે ગ્રાફિક વીડિયો શેર કરી લખ્યું હતું – Z અને G મળ્યા ત્યારે અમે એકમાંથી બે બની ગયા.

જ્યારે આપણે 2 થી 3 થઈશું ત્યારે જીવનના સાહસો એવા જ રહેશે. અમને તમારા બધાના પ્રેમ અને આશીર્વાદની ખૂબ જરૂર છે. ગૌહર ખાન 10 મેના રોજ માતા બની અને તેણે એક સુંદર પુત્રને જન્મ આપ્યો. ગૌહરે આ માહિતી સોશિયલ મીડિયા પર શેર કર્યા બાદ અનુષ્કા શર્મા, દિયા મિર્ઝા, વિક્રાંત મેસ્સી અને મૃણાલ ઠાકુર જેવી હસ્તીઓએ ગૌહરને માતા બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Gauahar Khan (@gauaharkhan)

Shah Jina