ખૂબ જ સાદગી સાથે આ અજયની લાડલીએ સેલિબ્રેટ કર્યો બર્થ ડે…આજકાલ તો ખુબ જ હોટ થઇ ગઈ છે જોઈ લો

બોલિવૂડના પાવર કપલ અજય દેવગન અને કાજોલની લાડલી નીસા દેવગનની ગણતરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય સ્ટારકિડ્સમાં થાય છે. તે બોલિવુડમાં ડેબ્યૂ કરશે કે નહિ તે વિશે હજુ કોઇ પણ માહિતી નથી પણ નીસાની ફેન ફોલોઈંગ પહેલાથી જ ઘણી સારી છે.નીસા તાજેતરમાં જ 20 વર્ષની થઈ છે. તેણે 20 એપ્રિલે પોતાનો 20મો જન્મદિવસ મનાવ્યો હતો. આ અવસર પર તેને ચાહકો અને મિત્રો તરફથી હાર્દિક અભિનંદન મળ્યા હતા.

ત્યારે તે દરમિયાન તેની બર્થડે પાર્ટીનો ઇનસાઇડ વીડિયો સામે આવ્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયો હતો. નીસા દેવગન આ વીડિયોમાં ગ્રે કલરના ટોપ અને ઓફ વ્હાઇટ ટ્રાઉઝરમાં જોવા મળી હતી. વીડિયોમાં તે તેના એક્ટર પિતા અજય દેવગનની બાજુમાં ઉભેલી હતી. નીસાની સામે ટેબલ પર એક કેક મૂકેલી હતી અને આ કેક 20 ના આકારમાં બનાવવામાં આવી હતી. કારણ કે નીસા 20 વર્ષની થઈ.

નીસા તેના જન્મદિવસની કેક કાપતી વખતે ખૂબ જ ખુશ અને એક્સાઇડટેડ જોવા મળી હતી. તે કેમેરા સામે જોઈને સ્માઇલ આપી રહી હતી. વીડિયોમાં તેની બાજુમાં ઉભેલા તેના પિતા દીકરીને ચીયર કરતા જોવા મળી રહ્યા છે. જણાવી દઈએ કે નીસાના બોલિવૂડ ડેબ્યૂ વિશે હજુ સુધી કંઈપણ કન્ફર્મ કરવામાં આવ્યું નથી. નીસા બોલિવૂડના ઘણા સ્ટારકિડ્સ સાથે સારી બોન્ડિંગ ધરાવે છે અને કાજોલ દરેક મહત્વપૂર્ણ પ્રસંગે તેની પુત્રીને સાથે લાવે છે.

બીજી તરફ નીસાએ ભલે હજુ ફિલ્મોમાં એન્ટ્રી કરી ન હોય પરંતુ તેની ફેન ફોલોઈંગ કોઈ સુપરસ્ટારથી ઓછી નથી. તે તેના સ્ટાઇલ સ્ટેટમેન્ટ દ્વારા ઘણી હેડલાઇન્સ પણ એકત્રિત કરે છે. નીસાની વાત કરીએ તો, તેણે મુંબઈની ધીરુભાઈ અંબાણી સ્કૂલમાં તેનું સ્કૂલિંગ પૂરું કર્યું અને પછી તે સિંગાપોર ભણવા ગઈ. હાલમાં નિસા સ્વિત્ઝર્લેન્ડથી ઈન્ટરનેશનલ હોસ્પિટાલિટીનો અભ્યાસ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)

Shah Jina