આ ગુજરાતી છોકરીએ ભૂખ્યા રહ્યા વગર 30 કિલો વજન ઉતાર્યું, અત્યારે બની ગઈ લોકો માટે રોલ મૉડલ – ટિપ્સ વાંચીને કઈંક નવું શીખશો

0

ગુજરાત ભાજપના નેતા અને પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસની પુત્રી સપના વ્યાસ પટેલ મુળ ગુજરાતી યુવતી છે. હાલ તેના વીડિયો સોશ્યલ મીડિયા પર ધુમ મચાવી રહ્યા છે. વ્યવસાયે ફિટનેસ ટ્રેનર સપના વ્યાસ પટેલના વજન ઘટાડવા ઉપરાંત શરીરને સુડોળ બનાવવા માટેનાં વીડિયો ખાસા ચર્ચામાં છે.


સપના વ્યાપ પટેલ પોતે પણ પહેલા ખુબ જ ફેટ હતી. જો કે તેણે કસરત અને યોગ્ય ડાયેટિંગ દ્વારા પોતાનું શરીર ઘડાડ્યું છે. સપના વ્યાસપટેલ ભારતની સૌથી હોટ ફિટનેશ ટ્રેનરના રૂપમાં ગણવામાં આવે છે.

હાલ તેનું શરીર ભલભલી હિરોઇનને શરમાવે તેવું સુડોળ તો છેજ સાથે સાથે તેનામાં ગજબ સ્ફુર્તી અને શક્તિ પણ જોવા મળે છે. ઘણી વખત શરીર ઘટાડવાની લ્હાઇમાં ખોરાક ઓછો થઇ જવાનાં કારણે શરીર પાતળું તો થાય છે પરંતુ નબળુ પણ પડી જતું હોય છે. જો કે સપના વ્યાસની આ ટ્રીકથી શરીરની સ્ફુર્તિ અને શક્તિ તેવી જ જળવાઇ રહેશે સાથે સાથે તેનું શરીર પણ ઘટશે.

સપના પટેલ 19 વર્ષની હતી ત્યારે તેનું વજન 86 કિલો હતું. માત્ર એક જ વર્ષમાં એક્સરસાઈઝ અને યોગ્ય ફૂડ હેબિટથી 33 કિલો વજન ઘટાડીને તે ચર્ચામાં આવી. પોતાના વેઈટ રિડ્યુઝનો વીડિયો તેણે યુ ટ્યુબ પર અપલોડ કર્યો અને તે સ્ટાર બની ગઈ હતી.

Image Source

યુ ટ્યુબ પરની તેની ચેનલના 1.8 Millions ફોલોઅર્સ છે.જ્યારે ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર તેના અઢી લાખ ફોલોઅર્સ છે. સપનાએ ઓપરેશન કરાવીને વજન નથી ઘટાડ્યું પરંતુ એક્સરસાઇઝ કરીને વજન ઘટાડ્યું છે. સપનાએ એક વર્ષમાં 33 કિલો વજન ઘટાડાતા તે ઘણા લોકો માટે રોલમોડેલ બની ચુકી છે.

Image Source

1989માં જન્મેલી સપના હાલ મોડેલ તરીકે કામ કરી રહી છે. સાથે જ બૉલીવુડ મૂવીઝમાં એક ટ્રેનર તરીકે પણ કામ કરે છે. સપનાઅને અમેરિકન કાઉન્સિલ ઓફ એક્સરસાઇથી સર્ટિફિકેટ પણ મળ્યું છે. સપના સોશિયલ મીડિયામાં તેના જીમની અને વર્કઆઉટની ફોટો જ શેર કરતી રહે છે.

સપનાએ તેનું ભણતર અમદાવાદથી જ પૂરું કર્યું છે. તેને સેન્ટ ઝેવિયર કોલેજમાંથી સાઇકોલોજીમાં ગ્રેજ્યુએટ કર્યું હતુ. ત્યારબાદ  તેને ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ નિરમા યુનિવર્સીટીમાંથી એમબીએ કર્યું હતું. 2010માં સપનાએ રીબોક પ્રોફેશનલ ફિટનેશ ટ્રેનિંગ કોર્સ જોઈન કર્યું હતું. સપનાએ અમદાવાદના ઇન્ડિયન મેનેજમેન્ટ એકેડમીથી લાઈફ સ્ટાઇલ બ્રાન્ડ મેનેજમેન્ટમાં પીએચડી કર્યું હતું. સપનાએ ફક્ત વજન જ નથી ઘટાડ્યું પરંતુ આજે એક સર્ટિફાઇટ ટ્રેનર પણ છે.

વજન ઘટાડવાની આપે છે ટિપ્સ:

ઉલ્લેખનીય છે કે ઓવર વેટ દરમિયાન સપનાએ ડાઈટ કન્ટ્રોલ કરીને કાર્ડિયો એક્સરસાઈઝની સાથે વેટ ટ્રેનિંગ અને ટેનિસ રમીને પોતાનું વજન ઓછું કર્યું હતું.આજકાલના યુવક-યુવતીઓ વજન ઘટાડવા માટે હજારો રૂપિયાનો ખર્ચ કરે છે.

પરંતુ સપનાના કહેવા મુજબ વજન ઓછું કરવા માટે પૈસા ખર્ચ કરવાની જરૂરત નથી. યોગ્ય ખાવા-પીવાથી, વર્કઆઉટ અને પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. આ સપનાનો ફિટનેશ મંત્ર છે.

તેના કહેવા પ્રમાણે વજન ઘટાડવા દરરોજ 1 કલાક વોક અને 45 મિનિટ અન્ય એક્સરસાઈજ કરવી જોઈએ. સપના લોકોને હેલ્થ પ્રત્યે અવેર કરવા માંગે છે, તેથી હવે તે યુટ્યૂબ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ દ્વારા લોકોને ટ્રેનિંગ આપી રહી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here