રાજસ્થાન રોયલ્સનો કપ્તાન સંજુ સેમસન ચાહકોનો ફોન લઈને ખેંચી રહ્યો હતો સેલ્ફી, ત્યારે જ આવ્યો કોઈનો કોલ અને પછી કર્યું એવું કે… જુઓ વીડિયો

ચાહકના ફોનથી સેલ્ફી લઇ રહ્યો હતો સંજુ સેમસન, ત્યારે જ થયું એવું કે ચાહકોએ પણ કલ્પના નહોતી કરી, દિલ જીતી લીધા બોસ… જુઓ વીડિયો

sanju samson answers fan phone : હાલ આઇપીએલ (ipl 2023) નો માહોલ આખા દેશમાં છવાયેલો છે. દર્શકો પણ પોતાની મનપસંદ ટીમને સપોર્ટ કરી રહ્યા છે અને મેદાનમાં પણ હજારો લોકો મેચનો આનંદ માણવા માટે જતા હોય છે. ત્યારે ઘણીવાર ચાહકોના કેમેરામાં કેટલાક એવા દૃશ્યો પણ કેદ થઇ જતા હોય છે, જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ જાય છે.

ત્યારે હાલ રાજસ્થાન રોયલ્સ (rajasthan royals) ના કપ્તાન સંજુ સેમસન (sanju samson) નો એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ વીડિયોમાં સંજુ સેમસન ફેન સ્ટેન્ડ પાસે એક ચાહકના મોબાઈલમાંથી સેલ્ફી લેતો જોવા મળે છે. સેલ્ફી દરમિયાન ફેનના મોબાઈલ પર કોલ આવે છે, ત્યારબાદ સંજુ ફોન ઉપાડે છે અને લાઉડ સ્પીકર પર લગાવે છે અને વાત કરવા લાગે છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનની ફેન ફોલોઈંગ ઘણી વધી છે. 2019માં ભારતીય ટીમમાં પરત ફર્યા બાદથી સંજુને પ્રશંસકોનું સમર્થન મળી રહ્યું છે. રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ પહેલા સંજુ સેમસન ચાહકો સાથે સેલ્ફી લેતો જોવા મળ્યો હતો. સેલ્ફી સેશન દરમિયાન સેમસને કંઈક એવું કર્યું છે જેનાથી ત્યાં હાજર ફેન્સ ખુશ થઈ ગયા.


સેલ્ફી લેતી વખતે ફોન પર એક કોલ આવ્યો જેમાંથી સંજુ સેમસન ફોટો લઈ રહ્યો હતો, સેમસને તેનો જવાબ પણ આપ્યો. ચાહકે ફોન કરનારને કહ્યું કે સંજુ ભૈયાએ જ કોલ ઉપાડ્યો હતો. સેમસને ફોન કરનારને પૂછ્યું, “ભાઈ કેમ છો?” ત્યારે આ વીડિયો સામે આવ્યા બાદ સેમસનની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. રાજસ્થાન રોયલ્સે વીડિયો શેર કર્યો અને લખ્યું, “કોલ કરો, કારણ કે તમને ખબર નથી, સંજુ સેમસન કદાચ કોલ ઉપાડશે.”

Niraj Patel