ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટરના પુત્રએ બદલાવ્યું લિંગ, આર્યનમાંથી બન્યો અનાયા- જાણો સમગ્ર મામલો

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર અને ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ બેટિંગ કોચ સંજય બાંગર આ દિવસોમાં ચર્ચામાં છે. તેમના પુત્ર આર્યન બાંગરે એક એવું પગલું ભર્યું જેની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. છોકરા તરીકે જન્મેલા આર્યનનું સેક્સ ચેન્જ ઓપરેશન કરાવ્યું અને હવે તે અનાયા બાંગર બનીને ખૂબ જ ખુશ છે. હવે તેના પિતાની જેમ ક્રિકેટની દુનિયામાં નામ બનાવવાનું તેનું સપનું કદાચ પૂરું નહીં થાય.

પુરૂષ ક્રિકેટર તરીકે તેની કારકિર્દી ખતમ થઈ ગઈ છે. ભારતીય ક્રિકેટ ટીમ સાથે સંકળાયેલા સંજય બાંગરે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં વિરાટ કોહલીની ટીમ એટલે કે રોયલ ચેલેન્જર્સ બંગ્લોરુંને કોચિંગ પણ આપ્યું છે. તેમના પુત્ર આર્યને અનાયા બનવાનો નિર્ણય કર્યો અને હવે તેની મુશ્કેલ સફર દરેક સાથે શેર કરી છે. પુરુષમાંથી સ્ત્રીમાં બદલાયા બાદ આર્યન એટલે કે અનાયાએ રવિવારે રાત્રે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર 10 મહિનાના હોર્મોનલ ચેન્જના સંઘર્ષનો વીડિયો દરેક સાથે શેર કર્યો છે.

એક ઇન્સ્ટાગ્રામ વીડિયોમાં, અનાયાએ છેલ્લા 11 મહિનામાં હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપીના (HRT) કારણે થયેલા ફેરફારો પર વીડિયો બનાવીને પોતાનો મુદ્દો આગળ ધપાવ્યો. સર્જરીના લગભગ 11 મહિના બાદ આ ક્રિકેટરે અનાયા બનીને પોતાની અલગ ઓળખ મેળવી છે. તેણે કહ્યું કે આ મુશ્કેલ નિર્ણય બાદ તેણે ક્રિકેટ છોડવું પડશે.તેણે પોસ્ટમાં લખ્યું, “મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારે રમત છોડી દેવી પડશે જે મારો જુસ્સો અને મારો પ્રેમ હતો.


હું ખૂબ જ પીડાદાયક વાસ્તવિકતાનો સામનો કરી રહી છું. હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી (HRT) કરાવ્યા બાદ ટ્રાન્સ વુમન બન્યા બાદ શરીરમાં ઘણો બદલાવ આવ્યો છે. તેને સ્નાયુઓ, તાકાત અને એથ્લેટિક ક્ષમતાઓ ગુમાવી દીધી છે જેના પર તે એક સમયે નિર્ભર હતો. જે રમતને હું લાંબા સમયથી પ્રેમ કરતો હતો તે પણ મારાથી દૂર થઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Anaya Bangar (@anayabangar)

Previous Article

વ્યૂઝ માટે ભૂતપૂર્વ બિગબોસ સ્પર્ધક તમામ હદો પાર કરી, બ્રેડ સાથે કીચડ ખાધુ, વીડિયો થયો વાયરલ

Next Article

ના સૂવે છે, ના ખાવા દે છે...દીપિકા પાદુકોણની થઇ આવી હાલત, બે મહિનાની થઇ દીકરી દુઆ તો શેર કર્યો વીડિયો

error: Protected Content!