સોશિયલ મીડિયામાં ઇન્ફ્લુએન્સર બનવાનો ક્રેઝ એ હદે પહોંચી ગયો છે કે લોકો વ્યુઝ ખાતર કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર છે. ભૂતપૂર્વ બિગબોસ કંટેસ્ટેંટ અને કથિત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પુનીત સુપરસ્ટારનું નામ આવા કન્ટેન્ટ ક્રિએટર્સમાં સામેલ છે. સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે તે ઘણીવાર અજીબોગરીબ કામો કરતો જોવા મળે છે. ભેંસનું છાણ લગાવવાથી લઈને કાદવમાં સૂઇ જવા સુધી, તે ઘણી વખત વ્યુઝ માટે હાસ્યાસ્પદ કામો કરતો જોવા મળ્યો છે.
ઈન્સ્ટાગ્રામ પર વાઈરલ થયેલા લેટેસ્ટ વીડિયોમાં પુનીત સુપરસ્ટારની હરકતો જોઈને નેટીઝન્સે ફરી એકવાર માથું પકડી લીધું છે. ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલા લેટેસ્ટ વીડિયોમાં પુનીત સુપરસ્ટારને માટીથી લથપથ બ્રેડ ખાતા જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. વાયરલ વીડિયોમાં પુનીત રોડની બાજુમાં માટી પર પડેલો જોવા મળે છે. નજીકમાં એકઠા થયેલા પાણીને કારણે રસ્તાની બાજુની માટી ભીની છે અને થોડી કાદવ જેવી લાગે છે. ભીની માટી પર પડેલા પુનીતના હાથમાં બ્રેડનું પેકેટ છે, જેમાંથી તે એક બ્રેડ કાઢીને તેના પર માટી લગાવીને ખાતો જોવા મળે છે.
બ્રેડ પર માટી લગાવતા પહેલા તે કહે છે કે આજે તેની પાસે ક્રીમ નથી. વીડિયોમાં પુનીત તેના પર માટી લગાવ્યા બાદ બીજી બ્રેડ ખાતા જોવા મળે છે.પુનીત સુપરસ્ટારનો બ્રેડ પર ક્રીમની જગ્યાએ માટી લગાવીને ખાતો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે. પુનીતનો આ લેટેસ્ટ વિડિયો જોયા બાદ નેટીઝન્સ ફરી એકવાર આઘાતમાં આવી ગયા છે. ઈન્સ્ટાગ્રામ પર અત્યાર સુધીમાં આ વીડિયોને 16.8 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ વીડિયોને 28 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે અને અન્ય 2.1 લાખ યુઝર્સ સાથે શેર કર્યો છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, “શું શું જોવું પડે છે. આ પૃથ્વીપર પર કેવા લોકો છે.”
View this post on Instagram