અનન્યા પાંડેનો ટીમ ઇન્ડિયાના આ ધાકડ ક્રિકેટર સાથે સંબંધ થયો પાક્કો ? લગ્નની તારીખનું પણ થયુ એલાન

Source : લગ્નના બંધનમાં બંધાશે રિયાન પરાગ અને અનન્યા પાંડે! તારીખ આવી સામે

બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે અને હોનહાર યુવા ક્રિકેટર રિયાન પરાગ આવતા વર્ષે લગ્નના બંધનમાં બંધાઇ શકે છે, એવો દાવો સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા કરવામાં આવી રહ્યો છે. જો અફવાઓ પર વિશ્વાસ કરવામાં આવે તો તેમના લગ્ન નક્કી થઈ ગયા છે અને ટૂંક સમયમાં જ બંને ઓફિશિયલી જાહેરાત કરશે.

જો કે, હાલ તો બંનેમાંથી કોઈએ લગ્નની અફવા પર કોઈ ટિપ્પણી કરી નથી. રિયાન પરાગે હાલમાં જ ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કર્યું હતું, પરંતુ ખભાની ઈજાને કારણે તે દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણી માટે ટીમનો ભાગ નથી. ત્યારે બીજી તરફ સોશિયલ મીડિયા રિયાન પરાગ અને અનન્યા પાંડેના લગ્નના રૂમર્સથી ભરેલું છે. એક વાયરલ પોસ્ટ અનુસાર, બંને ફેબ્રુઆરી 2025માં લગ્નના બંધનમાં બંધાઇ શકે છે.

આ અટકળો ત્યારે શરૂ થઈ જ્યારે એક ફેસબુક પેજે તેમના સંભવિત લગ્ન વિશે એક પોસ્ટ શેર કરી. જો કે, આ દાવામાં કેટલુ સત્ય છે તે તો અનન્યા અને રિયાન જ કહી શકે. તાજેતરમાં સેલિબ્રિટીઓ અને ક્રિકેટરો એકબીજાને ડેટ કરે તે કંઇ નવુ નથી. જણાવી દઇએ કે, રિયાન પરાગને પહેલા લાઇવ સ્ટ્રીમ દરમિયાન અનન્યાનું નામ તેના યુટ્યુબ સર્ચ હિસ્ટ્રીમાં આવવાને કારણે ટ્રોલીંગનો સામનો કરવો પડ્યો હતો.

તેણે “અનન્યા પાંડે હોટ” સર્ચ કર્યું હતું, જેના કારણે તેને વ્યાપક ટ્રોલીંગનો સામનો કરવો પડ્યો હતો. રેયાનના યુટ્યુબ સર્ચ હિસ્ટ્રી સાથે જોડાયેલી ઘટના પર હવે વિરામ મુકવામાં આવ્યો છે અને હવે તેના અનન્યા સાથેના લગ્નની અફવા સામે આવી છે, જે સંપૂર્ણપણે પાયાવિહોણી હોવાનું કેટલાક લોકો કહી રહ્યા છે. આવી ગપસપ મોટાભાગે સેલિબ્રિટી સર્કલમાં કોઈ પણ તથ્યના આધાર વિના ફેલાય છે.

Shah Jina