દુબઇની નાઇટ લાઇફ એન્જોય કરી રહી છે અવનીત કૌર, બ્લેક ડ્રેસમાં ન દેખાવાનું દેખાઈ જતા મચ્યો હોબાળો, જુઓ તસવીરો

‘અલાદ્દીન’ અને ‘ચંદ્ર નંદિની’ જેવા ટીવી શોમાં જોવા મળેલી અભિનેત્રી અવનીત કૌર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં જ અવનીત વેકેશન માટે દુબઈ પહોંચી હતી, જ્યાં તેણે ક્વોલિટી ટાઈમ વિતાવ્યો હતો.

એક્ટ્રેસે ઘણી તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે. આ તસવીરોમાં અવનીત બ્લેક ઑફ-શોલ્ડર આઉટફિટમાં તબાહી મચાવતી જોવા રહી છે. આ આઉટફિટમાં એક્ટ્રેસ તેની કર્વી બોડીને ફ્લોન્ટ કરી રહી છે. અવનીતની આ તસવીરો જોઇ ફેન્સ પાગલ થઇ રહ્યા છે. તસવીરોમાં જોઈ શકાય છે કે અભિનેત્રી દુબઈમાં કેન્ડલ લાઈટ ડિનર કરી રહી છે.

આ બ્લેક આઉટફિટ સાથે અવનીતે બ્લેક હેન્ડબેગ પણ કેરી કર્યુ છે. તસવીરો શેર કરતા અવનીત કૌરે કેપ્શનમાં લખ્યું, ‘દુબઈ નાઈટ્સ.’ અભિનેત્રીની આ તસવીરો પર લોકો ઘણી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જણાવી દઈએ કે ઇન્સ્ટાગ્રામ પર અવનીત કૌરની ઘણી મોટી ફેન ફોલોઈંગ છે. અભિનેત્રીને ઈન્સ્ટા પર 31.9 મિલિયન લોકો ફોલો કરે છે. ટીવી સીરિયલ્સ ઉપરાંત અવનીત કૌર ફિલ્મોમાં પણ જોવા મળી છે.

અભિનેત્રી હાલમાં જ ફિલ્મ ‘લવ કી અરેન્જ્ડ મેરેજ’માં જોવા મળી હતી. 23 વર્ષની અવનીત કૌર એ ચાઇલ્ડ એક્ટ્રેસ તરીકે વર્ષ 2014માં આવેલી ફિલ્મ મર્દાનીથી ડેબ્યુ કર્યુ હતુ. આ સિવાય તે ટીકૂ વેડ્સ શેરૂમાં નવાઝુદ્દીન સિદ્દીકી સાથે જોવા મળી હતી. અવનીતે અલાદીન-નામ તો સુના હોગા, ડાંસ ઇંડિયા ડાંસ લિટલ ચેમ્પ અને મેરી મા જેવી ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યુ છે.

Shah Jina