સંગીતા ફોગાટે યુઝવેન્દ્ર ચહલને ખભા પર ઉઠાવી બરાબરનો ફેરવ્યો…વાયરલ વીડિયો પર મચી ગઇ બબાલ
ક્યારેક ક્યારેક મજાક-મસ્તી વચ્ચે મિત્રો આપણને તેમના ખભા પર ઉઠાવી ગોળ ગોળ ફરાવતા હોય છે, આવું જ કંઈક એક પાર્ટીમાં જોવા મળ્યું, જ્યાં મહિલા રેસલર સંગીતા ફોગાટે ભારતીય ક્રિકેટ ટીમના લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલને ખભા પર ઊંચકીને ગોળ-ગોળ ફેરવ્યો. આ વીડિયો સામે આવતા જ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો.
ઘણા યુઝર્સ ચહલના વજન પર કોમેન્ટ કરી રહ્યા છે તો કેટલાક મહિલા રેસલરને ટ્રોલ કરી રહ્યા છે. વીડિયોમાં જોઇ શકાય છે કે સંગીતા ફોગાટ ચહલને ખભા પર ઉંચકી ગોળ ગોળ ફેરવી રહી છે. જેને કારણે યુઝવેન્દ્ર ચહલને ચક્કર આવવા લાગે છે અને તે સંગીતાને રોકવાનો સંકેત આપતો જોવા મળે છે. પરંતુ વીડિયો બનાવનાર વ્યક્તિને જોઈને સંગીતા હસી પડે છે.
એકંદરે મસ્તીમાં કરવામાં આવેલ આ કૃત્ય લોકો વચ્ચે ચર્ચાનો મુદ્દો બની ગયો. જણાવી દઈએ કે, આ વીડિયો ‘ઝલક દિખલા જા’ની રેપ-અપ પાર્ટી દરમિયાન લેવામાં આવ્યો હોવાનું કહેવાય છે, જેમાં યુઝવેન્દ્ર ચહલ તેની પત્ની ધનશ્રી વર્મા સાથે પહોંચ્યો હતો. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ હેન્ડલ @tadka_bollywood_ પરથી પોસ્ટ કરવામાં આવ્યો હતો.
વીડિયો જોયા બાદ એકે લખ્યું- આ ફની નથી. તેઓ ચહલના શરીરના વજનની મજાક ઉડાવી રહ્યા છે, તે ખૂબ જ નિર્દોષ છે. એક યુઝરે લખ્યું- શું આ મજાક છે? મને ચહલ માટે ખરાબ લાગે છે. જો તે પાતળો છો તો શું થયુ ? અન્ય એક યુઝરે લખ્યું કે, જો કોઈ છોકરાએ છોકરી સાથે આવું કર્યુ હોત તો ? શું તે ખલીને ઉપાડી શકશે?
View this post on Instagram