નારી જગતમાં રચાયો ઇતિહાસ : પતિના અવસાન બાદ પરિવારનું પેટ ભરવા માટે બની ગઈ કુલી અને મહિલા સશક્તિકરણનું આપ્યું શાનદાર ઉદાહરણ

કોઈને પતિના અવસાનના લીધે તો કોઈકને બાળકોની ભૂખના લીધે બનાવી દીધા કુલી; રડાવી દેશે તેમના સંઘર્ષના કિસ્સાઓ

રેલવે મંત્રાલયે કેટલીક મહિલાઓની તસવીરો શેર કરી છે, જે સાબિત કરે છે કે તેઓ કોઈ પણ રીતે પુરુષોથી ઓછી નથી. રેલવેએ ત્રણ મહિલા કુલીઓની તસવીર શેર કરી છે. સાથે લખ્યું કે આ મહિલાઓએ સ્પષ્ટપણે સાબિત કરી દીધું છે કે તેઓ કોઈથી ઓછી નથી.

રેલવે મંત્રાલય દ્વારા જે ત્રણ મહિલા કુલીની તસવીરો શેર કરવામાં આવી છે. તેઓ લક્ષ્મી, સંધ્યા અને મંજુ છે. લક્ષ્મી ભોપાલ, મંજુ રાજસ્થાનમાં અને સંધ્યા જબલપુર સ્ટેશન પર ફૂલી છે. વાત કરીએ જબલપુરની સંધ્યાની. સંધ્યાએ પોતાની હિંમત અને ઈરાદાથી સાબિત કર્યું છે કે મહિલાઓ કોઈનાથી ઓછી નથી. સંધ્યા પોતાના બાળકોને ખવડાવવા માટે કુલી બની.

બુંદેલખંડની પુત્રી સંધ્યા મારવીએ કુલી બનીને મહિલા સશક્તિકરણનું શાનદાર ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું છે. મધ્યપ્રદેશના કટની રેલવે સ્ટેશન પર 65 પુરુષ કુલીઓમાં તે એકમાત્ર મહિલા કુલી તરીકે કામ કરી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર 2015 સુધી સંધ્યાના જીવનમાં લગભગ બધુ બરાબર હતું. તે તેના પતિ અને બાળકો સાથે ખુશીથી જીવી રહી હતી.

ત્યારબાદ અચાનક સંધ્યાના પતિનું અવસાન થયું. આ પછી ત્રણ બાળકોના ઉછેરની જવાબદારી તેના ખભા પર આવી ગઈ. સંધ્યા 45 કિલોમીટરની મુસાફરી કરીને જબલપુર રેલવે સ્ટેશન સુધી પહોંચે છે. અહીંથી તેઓ કટની પહોંચે છે. સંધ્યા મહિલાઓને તમામ પડકારોનો સામનો કરતી વખતે પોતાના પગ પર ઉભા રહેવાનો સંદેશ આપી રહી છે.

પતિ વ્યવસાયે મજૂર હતા. પરંતુ, 2016માં તેના પતિના મૃત્યુ પછી બધું બદલાઈ ગયું. અચાનક ઘરની બધી જવાબદારી સંધ્યાના ખભા પર આવી ગઈ. ઘરનો ખર્ચ ચલાવવો તેની સામે મોટો પડકાર હતો. સંધ્યાએ આ મુશ્કેલ સમયનો નિશ્ચિતપણે સામનો કર્યો અને નક્કી કર્યું કે તે કુલી બનશે. સમાજની વધુ ચિંતા કર્યા વિના તે આગળ વધી અને 2017માં પોતાનું કામ શરૂ કર્યું.

આજે સંધ્યા સમગ્ર પ્રદેશ માટે પ્રેરણાનો સ્ત્રોત છે. તે કામ માટે દરરોજ ઘરેથી આશરે 45 કિમીની મુસાફરી કરે છે અને કટની રેલવે સ્ટેશન પહોંચે છે, જેથી તે તેના બાળકોને શિક્ષિત કરી શકે અને તેમનું ભવિષ્ય સુધારી શકે.

Patel Meet