બસ ચાર વખતની મુલાકાત અને જીવનભરનો સાથ ! આ કપલની પ્રેમ કહાનીનો સુખદ અંત તમારી આંખમાંથી પણ લાવી દેશે ખુશીના આંસુ

India Ukraine Love Story: ઘણીવાર એવા કપલની પ્રેમ કહાનીઓ સામે આવે છે કે સાંભળી આપણી પણ આંખમાંથી ખુશીના આંસુ આવી જાય. યુક્રેનની Anna Horodetska અને ભારતના અનુભવની કહાની પણ કંઇક આવી જ છે. યુક્રેનની અન્નાની 2019માં ભારતના અનુભવ ભસીન સાથે પ્રથમ મુલાકાત થઈ હતી. આ મુલાકાત ત્યારે થઈ જ્યારે તે રજાઓ ગાળવા ભારત આવી હતી. તેઓએ વિચાર્યું પણ ન હતું કે એક મુલાકાત પછી તેઓ એકબીજાના જીવનભરના સાથી બની જશે.

યુક્રેનની એક ખાનગી કંપનીમાં કામ કરતી અન્ના જ્યારે પહેલીવાર ભારત આવી ત્યારે તેને દિલ્હી હાઈકોર્ટના વકીલ સાથે પ્રેમ થઈ ગયો. પ્રથમ મુલાકાત પછી તેઓએ નંબરોની આપ-લે કરી અને એક મહિનો વોટ્સએપ પર વાત કર્યા પછી તેઓ સારા મિત્રો બની ગયા. બીજી મુલાકાત ત્યારે થઈ જ્યારે અન્ના બીજી વખત રાજસ્થાન રોડ ટ્રીપ પર આવી હતી,

કોરોના લોકડાઉન બંનેના સાથે આવવાનું ખાસ કારણ બની ગયું. દુબઈમાં ત્રીજી વખત અને ફરી ચોથી વખત ભારતમાં મળ્યા પછી અનુભવની માતાએ અન્ના સાથેના સંબંધો વિશે વાત કરી. આખરે કપલે માર્ચ 2022માં લગ્ન કરવાનું નક્કી કર્યું. પરંતુ યુક્રેન પર રશિયાના આક્રમણને કારણે લગ્નમાં અડચણ આવી. પણ કહેવાય છે કે ધીરજનું ફળ મીઠું હોય છે.

અન્નાએ કહ્યું કે યુદ્ધને કારણે તેમના સંબંધોમાં તિરાડ આવી હતી અને ત્રણ વખત તેમની વચ્ચે મોટા ઝઘડા થયા હતા. અનુભવે પહેલી વાર જ્યારે તેને યુક્રેન છોડવાનું કહ્યું. અન્નાએ એમ કહીને ના પાડી દીધી કે રશિયા હુમલો નહીં કરે. બીજા હુમલા પછી, અનુભવે અન્નાને સલામત રહેવા કહ્યું અને તે ફરીથી સંમત ન થઇ.

ત્રીજી વખત તેમની લડાઈ ત્યારે થઈ જ્યારે અનુભવે તેને બંકરમાં રહેવા કહ્યું અને તેણે એમ કહીને સંમતિ આપી કે તે તેની સાથે ભારત આવશે. જ્યારે અન્ના યુદ્ધમાં ફસાયેલી હતી ત્યારે અનુભવ ભસીનની ભારતમાં રાતની ઊંઘ ઉડી ગઇ હતી. યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધ પર તે નજીકથી નજર રાખી રહ્યો હતો. અન્નાના ભારતના વિઝા અંગે તેણે વકીલો સાથે વાત પણ કરી હતી. આખરે કપલની ધીરજ ફળી અને અન્ના સુરક્ષિત રીતે ભારત પરત ફરી.

અન્ના અને અનુભવે એપ્રિલ 2022માં ભારતમાં લગ્ન કર્યા હતા. અન્નાએ કહ્યુ હતુ કે, યુદ્ધ ખતમ થયા બાદ તે યુક્રેન જશે અને તેના શ્વાનને ભારત લાવશે અને બાકીનું જીવન ભારતમાં જ વિતાવશે અને આવું થયુ પણ ખરી. તે હવે ભારતમાં તેના પતિ અનુભવ અને પરિવાર તેમજ શ્વાન સાથે જીવન વીતાવી રહી છે.

Shah Jina