પાકિસ્તાની ભાભીના પાકિસ્તાની પતિનું છ્લકાયું દર્દ, કહ્યું- “આખો દિવસ મજૂરી કરીને પૈસા મોકલતો અને…” જુઓ બીજું શું કહ્યું ?

“હું હજુ પણ તને પ્રેમ કરું છું સીમા, પ્લીઝ પાછી આવી જા, તું કહીશ એમ જ થશે !” પાકિસ્તાની ભાભીના પતિ હૈદરે પાકિસ્તાનમાંથી જણાવી પોતાની વાત.. જુઓ

Statement of Seema Haider’s husband : હાલ  દેશભરમાં પાકિસ્તાનથી આવેલી સીમા હૈદરની કહાની ખુબ જ વાયરલ થઇ રહી છે. પબજીમાં નોયડાના સચિન સાથે જ પ્રેમ થતા તે પોતાના બાળકોને લઈને ભારત આવી ગઈ અને જેલમાં પણ ગઈ, હાલ મીડિયાવાળા અને યુટ્યૂબરો તેના ઘરની બહાર સતત જોવા મળી રહ્યા છે અને તે રોજ એ લોકોને ઇન્ટરવ્યૂ પણ આપે છે. ત્યારે પાકિસ્તાન તરફથી પણ સીમાને લઈને ઘણા બધા ચોંકાવનારા ખુલાસા રોજ થતા જોવા મળે છે. આ બધા વચ્ચે જ હવે તેના પાકિસ્તાની પતિનું પણ એક નિવેદન સામે આવ્યું છે.

સીમાના પતિનું દર્દ :

સીમા હૈદરના પહેલા પતિ ગુલામ હૈદરે એક ઈન્ટરવ્યુમાં પોતાની દર્દનાક કહાની કહી છે. તેણે કહ્યું કે તે 2019થી સાઉદી અરેબિયામાં છે. અગાઉ તે પાકિસ્તાનમાં રિક્ષા ચલાવતો હતો. આનાથી પણ ગરીબી દૂર થતી ન હતી તેથી સાઉદી આવવાનો નિર્ણય લેવો પડ્યો. તેણે કહ્યું કે તે અહીં મજૂરી કરીને પૈસા કમાતો અને તે પૈસા તે સીમાને મોકલતો હતો. તેણે જણાવ્યું કે પહેલા તે મહિને 45 હજારથી 50 હજાર રૂપિયા મોકલતો હતો. પાછળથી તેણે સારી કમાણી કરી.

મહિને 80,000 મોકલવાનું કહ્યું :

ત્યારબાદ તેણે સીમાને દર મહિને 80,000 રૂપિયા મોકલવાનું શરૂ કર્યું. પૈસા જમા કરીને તેણે કરાચીમાં 13.5 લાખ રૂપિયાનું ઘર પણ ખરીદ્યું હતું. આ ઘર વેચીને સીમા સચિન પાસે આવી છે. પરિવાર આ ઘરમાં શિફ્ટ થયો ન હતો. સીમાએ હૈદરને કહ્યું હતું કે તે ઘરને સજાવશે, તેનું યોગ્ય સમારકામ કરાવશે, તો જ તે અહીં આવશે. ગુલામ હૈદરે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે સીમા એક દિવસ પણ શાળાએ ગઈ નથી. 5મુ ધોરણ પણ પાસ નથી કર્યું.

5મુ પાસ પણ નથી સીમા :

ભુટ્ટોના સમયમાં ગામમાં એક પાડોશી તેને ઘરે ભણાવવા આવતો હતો. તો કદાચ એક, બે કે ત્રણ વર્ગ ભણ્યા હશે. તે ભણવા માટે ઘરની બહાર નીકળતી નહોતી. તેનો 5મુ પાસ હોવાનો દાવો ખોટો છે. તેના શિક્ષિત હોવાના કોઈ પુરાવા નથી. ગુલામે પોતાના વિશે કહ્યું કે તે ભણેલો નથી. ગુલામ હૈદરે સીમાને વિનંતી કરી અને કહ્યું, ‘હું સીમાને આવવાનું કહું છું. તે બાળકોના ભવિષ્યનો મુદ્દો છે. આપણા પ્રેમ લગ્ન હતા સીમા.”

પાછા આવવા સીમાને કરી વિનંતી :

તેને આગળ કહ્યું કે, “હું હજુ પણ તને પ્રેમ કરું છું પ્લીઝ આવી જા. તારો પતિ જીવતો છે હજુ. હું હજુ પણ તને અપનાવી લઈશ. પ્લીઝ તું મારી વાત માની લે. જીદ છોડીને ઘરે આવી જા. જેમ તું કહીશ એમ જ થશે. તને એ પણ ખબર છે કે હૈદર તને કેટલો પ્રેમ કરે છે. હું તારી આગળ પ્રાર્થના કરી રહ્યો છે. પ્લીઝ આવી જા.”

Niraj Patel