KKR vs PBKS : પંજાબે કોલકાતા વિરૂદ્ધ રેકોર્ડ ચેઝ સાથે રચ્યો ઇતિહાસ, KKRને 8 વિકેટે હરાવ્યુ

42 સિક્સ, 523 રન અને વર્લ્ડ રેકોર્ડ રનચેઝ…પંજાબ કિંગ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને હરાવી T20 ઇતિહાસમાં પહેલીવાર કર્યો આ કરિશ્મા

26 એપ્રિલ 2024ના રોજ કોલકાતાના ‘સિટી ઓફ જોય’ના ઈડન ગાર્ડન્સમાં જે કંઈ પણ બન્યું તે IPLના ઈતિહાસમાં આજ સુધી બન્યું નથી… અહીં સુધી કે T20 ક્રિકેટના ઈતિહાસમાં પણ ક્યારેય નથી બન્યુ. કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની આ મેચમાં આઈપીએલની સાથે ટી20ના ઈતિહાસમાં સૌથી મોટો રન ચેઝ થયો હતો.

જોની બેયરસ્ટોએ શાનદાર સદી ફટકારી, જેના કારણે પંજાબ કિંગ્સે T20 ક્રિકેટમાં સૌથી વધુ રન ચેઝ કરવાનો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. કોલકાતા નાઈટ રાઈડર્સે પંજાબ કિંગ્સને 262 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને પંજાબે આઠ બોલ બાકી રહેતાં હાંસલ કરી લીધો હતો અને કેકેઆરને 8 વિકેટે હરાવ્યુ.

26 એપ્રિલ 2024ના રોજ યોજાયેલી આ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે પ્રથમ દાવમાં 261/6 રન બનાવ્યા જ્યારે પંજાબ કિંગ્સે આઠ બોલ બાકી રાખી મેચ પૂરી કરી હતી. KKRના ઓપનર ફિલ સોલ્ટ (37 બોલમાં 75) અને સુનીલ નારાયણ (32 બોલમાં 71) વચ્ચે 138 રનની ભાગીદારી થઈ હતી. જેના કારણે આ ટીમે મોટો સ્કોર બનાવ્યો. જવાબમાં પંજાબ કિંગ્સે પણ શાનદાર શરૂઆત કરી હતી અને પાવરપ્લેમાં પ્રભસિમરન સિંહની વિકેટ ગુમાવીને 93 રન બનાવ્યા હતા.

પ્રભાસિમરને રનઆઉટ થતા પહેલા 20 બોલમાં 54 રનની ઇનિંગ રમી હતી. બાદમાં જીતનો હીરો જોની બેયરસ્ટો બન્યો, જેણે 48 બોલમાં 108 રન બનાવ્યા. તેને શશાંક સિંહનો સારો સાથ મળ્યો, જેણે માત્ર 28 બોલમાં 68 રન બનાવ્યા. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચેની મેચમાં 42 સિક્સ ફટકારવામાં આવી હતી, જે કોઈપણ T20 મેચમાં સૌથી વધુ છે.

Shah Jina