બોલીવુડને અચાનક અલવિદા કહી દેનારી અભિનેત્રી સના ખાન આજકાલ તેના લગ્નને લઈને ખુબ જ ચર્ચામાં છે. તેને અચાનક જ લગ્ન કરીને પોતાના ચાહકોને ચોંકાવી દીધા છે. હવે તેની તસવીરો અને વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. સાથે ચાહકો તેને ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે અને પોતાના પ્રતિભાવ પણ કોમેન્ટમાં આપતા જોવા મળે છે.
View this post on Instagram
સનાએ 20 નવેમ્બરના રોજ સુરતના અનસ સૈયદ સાથે લગ્ન કર્યા હતા. તેના લગ્નની તસવીરો પણ ખુબ જ વાયરલ થઇ રહી છે. ત્યારબાદ સનાએ એક બીજો વિડીયો પણ સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. જેમાં તે બંને એકબીજાની નજર ઉતારતા જોવા મળી રહ્યા છે.
View this post on Instagram
સના ખાને આ વિડીયોને શેર કરતા કેપશનમાં લખ્યું છે: “આયતુલ કુરસી “ધ થ્રોન”, ખરાબ નજરથી બચાવે છે સુનિશ્ચિત કરે છે કે ઘરેથી નીકળતા પહેલા તમે દરેક નમાઝ પછી આને વાંચી લો, કામ માટે ઘરેથી નીકળતા પહેલા હંમેશા પતિ પત્ની આવું કરે.” સનાનો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
View this post on Instagram
આ પહેલા પણ સનાનો એક બીજો વિડીયો પણ ખુબ જ વાયરલ થયો હતો. જેની અંદર તે પોતાના પતિ અનસ સૈયદ સાથે ડ્રાઈવ ઉપર ગઈ હતી. સનાએ કરેલા અચાનક લગ્નને લઈને ચાહકો પણ ખુબ જ હેરાન હતા. ચાહકોએ હેરાન થવાની સાથે સાથે સનાને શુભકામનાઓ પણ આપી હતી.
View this post on Instagram
સનાએ લગ્નની પોસ્ટ શેર કરવાની સાથે લખ્યું હતું કે: “અલ્લાહ માટે એકબીજા સાથે પ્રેમ કર્યો, અલ્લાહ માટે એક બીજાથી લગ્ન કરી લીધા. આ દુનિયામાં અલ્લાહ અમને સાથે રાખે અને જન્નતમાં બીજીવાર મળાવે.”