શાહરુખ ખાન અને કાજોલની ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ માં તેની દીકરીનો કિરદાર નિભાવનારી અભિનેત્રી સના સઈદ હવે 32 વર્ષની થઇ ચુકી છે. સપ્ટેમ્બર 1988 ના રોજ જન્મેલી સનાએ જ્યારે આ ફિલ્મમાં કામ કર્યું ત્યારે તેની ઉંમર માત્ર 10 વર્ષની જ હતી.

સનાએ બાળ કલાકારના સ્વરૂપે રાની મુખર્જી અને સલમાન ખાનની ફિલ્મ ‘હર દિલ જો પ્યાર કરેગા’ અને બૉબી દેઓલ અને રાની મુખર્જીની ફિલ્મ ‘બાદલ’માં પણ કામ કર્યું છે.

સનાએ તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખુબ જ ગ્લમેર તસ્વીરો શેર કરી છે જેમાં તેનો અંદાજ એકદમ કાતિલાના લાગી રહ્યો છે. એવામાં આજે અમે તમને સનાના જીવન સાથે જોડાયેલી અમુક ખાસ વાતો અને ગ્લેમરસ તસ્વીરો દેખાડીશું.

2014 માં આવેલી કરન જોહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ ઇયર’ દ્વારા સનાએ ફરીથી કમબેક કર્યું. આ સિવાય તે ટીવી શો ઝલક દિખલાજા-6(2013), એમટીવી સ્પ્લિટ્સવિલા સેક્સી સના(2013), નચ બલિએ-7(2014) અને ફિયર ફેક્ટર ખતરો કે ખિલાડી-7(2016)માં જોવા મળી હતી.

વર્ષ 2015 માં સનાનું નામ ડીજે અને આર્ટિસ્ટ દીપેશ શર્મા સાથે પણ જોડાયું હતું. દિપેશની સાથે જ સનાએ નચ બલિયે-7 માં ભાગ લીધો હતો. દીપેશ એક બિઝનેમને પણ છે, તેનું ગોવામાં પોતાનું Chronicle ના નામથી રેસ્ટોરેન્ટ પણ છે.

જો કે તેના પછી એવી પણ ખબર સામે આવી હતી કે સના જહીર રત્નસીને ડેટ કરી રહી છે. જહીર સલમાન ખાનના સારા એવા મિત્ર છે અને ઇકબાલ રત્નસીના દીકરા છે.

સના જયારે સ્ટુડન્ટ ઓફ ધ ઈયર માં કામ કરી રહી હતી ત્યારે તેને પોતાના ઘરના સભ્યોનો ખુબ વિરોધ સહન કરવો પડ્યો હતો. તેના પિતા ઇચ્છતા ન હતા કે તે ફિલ્મોમાં અભિનય દ્વારા પોતાની કારકિર્દી બનાવે.

એવામાં સનાના પિતાને ખબર પડી કે સના સ્ટુડન્ટ ઓફ ધ ઈયરમાં બિકીની અને ખુબ જ ટૂંકા કપડાં પહેરવાની છે તો તે ખુબ જ ભડકી ગયા હતા.

આ બાબત વિશે વાતચીત કરતા સનાએ એક ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું કે, મારા માતા-પિતા તે જનરેશનમાંના છે જ્યાં ઘૂંટણથી ઉપર સ્કર્ટ પહેરવાનું વિચારી પણ ન શકે. તેઓને એ વાતનો ડર લાગતો રહે છે કે તેનાથી ક્યાંક કઈ ખોટું ન થઇ જાય. તેના મનમાં બૉલીવુડ માટે એક ખોટી છબી છપાઈ ગઈ છે,પણ શું કરવું અને શું ન કરવું તેનો છેલ્લો નિર્ણય હું લઉં છું”.

જણાવી દઈએ કે સના વર્ષ 2018 માં ટીવી શો કૉમેડી સર્કસમાં પણ જોવા મળી હતી. જેના પછી તે કિચન ચેમ્પિયનમાં ગેસ્ટના સ્વરૂપે પણ જોવા મળી હતી.

સના રિયાલિટી શો ની સાથે સાથે આંગન છૂટે ના, લો હો ગઈ પૂજા ઇસ ઘર કી, યે હૈ આશિકી, લાલ ઇશ્ક જેવી ધારાવાહિક સિરિયલોમાં પણ કામ કરી ચુકી છે.

સનાએ ‘ફગલી’ અને શોર્ટ ફિલ્મ ‘કૉટ ઈન દ વેબ’ માં પણ કામ કર્યું છે. તેની એક ફિલ્મ ‘સ્ટ્રેન્જર ગ્રુપ’ માટે કામ ચાલી રહ્યું છે.
Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.