મનોરંજન

ફેમેલી પ્લાનિંગ ઉપર સના ખાને કર્યો ખુલાસો, જલ્દી જ મા બનાવ માંગે છે સના, પરંતુ પતિ અનસ….

ખ્રિસ્તી જોડે બ્રેકઅપ પછી લગ્ન વિશે બોલી સના ખાન, શું જલ્દી જ ‘મમ્મી’ બની જશે? જુઓ

અભિનેત્રી સના ખાને ઇસ્લામ ના કારણે ફિલ્મી દુનિયાને અલવિદા કહી દીધું. ત્યારબાદ તેને સુરતના મૌલાના મુફ્તી અનસ સાથે લગ્ન પણ કરી લીધા. સનાના લગ્ન ખુબ જ ચર્ચામાં રહ્યા. સનાના પતિ અનસના દેખાવને લઈને પણ તેને ખુબ જ ટ્રોલ કરવામાં આવી રહ્યો હતો, ત્યારે આ બધી જ વાતોના જવાબ સનાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન આપ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Saiyad Sana Khan (@sanakhaan21)

સનાના લગ્નથી લઈને કાશ્મીરમાં હનીમૂન માણવા સુધીની ઘણી જ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા, હાલ સનાએ પોતાના ફેમેલી પ્લાંનિંગને લઈને પણ ખુલાસો કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Saiyad Sana Khan (@sanakhaan21)

ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને આપેલા એક ઇન્ટરવ્યૂની અંદર સનાએ ઘણી બધી વાતોને લઈને ખુલાસા કર્યા હતા. અનસ સાથેની પહેલી મુલાકાતને લઈને કહ્યું હતું કે 2017માં અમે Meccaમાં પહેલીવાર મળ્યા હતા. આ બહુ જ નાની મિટિંગ હતી. તે જ દિવસે મારે પાછા આવવાનું હતું. 2018માં હું તેમની સાથે કનેક્ટ થઇ. મારે ધર્મ વિશે તેમને કેટલાક સવાલ કરવાના હતા. ત્યારબાદ 2020માં અમે રીક્નેકટ થયા.

 

View this post on Instagram

 

A post shared by Saiyad Sana Khan (@sanakhaan21)

આ વર્ષની શરૂઆતમાં જ સનાનું બ્રેકઅપ થઇ ગયું હતું. આ સવાલમાં સનાને પૂછવામાં આવ્યું હતું કે “લોકોને લાગે છે કે તમારા લગ્નનો નિર્ણય રિબાઉન્ડ છે ?” આ સવાલના જવાબમાં સનાએ જણાવ્યું હતું કે “તમે રિબાઉન્ડ ઉપર અફેર કરી શકો છો, લગ્ન ના કરી શકો. જે જીવનને મેં પાછળ છોડી દીધું છે તેમાં બોયફ્રેન્ડ હોવું નોર્મલ વાત છે. એવી ઘણી વસ્તુઓ છે જેના ઉપર મને દુઃખ છે.”

 

View this post on Instagram

 

A post shared by Saiyad Sana Khan (@sanakhaan21)

તો ફેમેલી પ્લાનિંગ ના સવાલમાં સનાએ જણાવ્યું હતું કે “પતિ અનસ સૈયદ ફેમેલી પ્લાનિંગ માટે સમય માંગે છે. પરંતુ સના પોતે જલ્દી જ મા બનવાની ઈચ્છા રાખે છે.”

 

View this post on Instagram

 

A post shared by Saiyad Sana Khan (@sanakhaan21)

તો અનસ સાથે લગ્ન કરવાને લઈને પણ સનાએ ખુલાસો કર્યો હતો તેને કહ્યું હતું કે, “અનસ સાથે લગ્ન કરવાનો નિર્ણય મેં રાતો રાત નથી લીધો. આવા વ્યક્તિને પામવા માટે મેં ઘણા વર્ષો સુધી દુવા માંગી છે. મેં અનસમાં મને જે સૌથી સુંદર લાગે છે તે એ કે તે ખુબ જ શરીફ છે અને તેનામાં હયા છે. તે જજમેન્ટલ નથી. તેમને મને કહ્યું, ‘જો કોઈ સારી વસ્તુ ગટરમાં પડી જાય તો તેના ઉપર તમે 10 ડોલ પાણી નાખી દો તે છતાં પણ તે ચોખ્ખી નથી બનતી.જો તમે તેને ગટરમાંથી બહાર કાઢી અને એક ગ્લાસ પણ પાણી નાખો છો તો તે ચોખ્ખી બની જાય છે.’ આ વાતે મારા ઉપર ઊંડી અસર કરી હતી.”