મનોરંજન

હોસ્પિટલમાં દાખલ થઇ સલમાન ખાનની આ અભિનેત્રી, કહ્યું – ‘જીવનમાં પહેલી વાર થયું આવું’

સલમાન ખાન સાથે ફિલ્મ લકીથી બોલિવૂડમાં ડેબ્યુ કરનાર અભિનેત્રી સ્નેહા ઉલ્લાલ હાલ હોસ્પિટલમાં એડમિટ છે. આ વાતની જાણકારી સ્નેહાએ પોતે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેને 31 મેના રોજ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે. સ્નેહાએ પોતાની હોસ્પિટલના બેડ પર સુતેલી તસ્વીર શેર કરીને લખ્યું છે, ‘જીવનમાં પહેલીવાર હોસ્પિટલમા દાખલ થઇ. મને ખૂબ જ વધારે તાવ હતો. જેના કારણે મારા પર ઘણી ટ્રીટમેન્ટ કરવામાં આવી. આ ખૂબ જ ભયજનક છે, પણ હું ખૂબ જ જલ્દી ઠીક થઇ જઈશ. ખરાબ રીતે બીમાર રહયા બાદ હવે હું થોડી સારી છું. મને બની શકે એટલો વધુ આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. પરંતુ હવે હું કંટાળી રહી છું, પરંતુ મારી પાસે નેટફ્લિક્સ અને મારુ ધ્યાન રાખવાવાળા ઘણા લોકો છે. ઘરે જવા માટે અધીરી બની છું. હું તમારા બધાના જ સ્વસ્થ સ્વાથ્યની કામના કરું છું.’

સ્નેહાએ ફિલ્મ લકીથી બાબૉલીવૂડમાં ડેબ્યુ કર્યું હતું. લકી બાદ સ્નેહાને ઘણી હિન્દી અને તેલુગુ ફિલ્મમાં જોવામાં આવી હતી. છેલ્લે તેને વર્ષ 2015માં ફિલ્મ બેઝુબા ઈશ્કમાં જોવામાં આવી હતી. તે એટલા માટે પણ ચર્ચાઓમાં રહે છે કારણ કે તેનો ચહેરો બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન સાથે મળતો આવે છે. એ પોતાની તસવીરોના કારણે સોશિયલ મીડિયામાં ઘણી પ્રખ્યાત છે. એ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે.

 

View this post on Instagram

 

Eye Contact-Way more intimate than words can ever be. Agreed?

A post shared by Sneha Ullal (@snehaullal) on

જૂન 2017માં તેને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ત્રણ વર્ષથી તે ઓટોઈમ્યુન ડિસઓર્ડરથી પીડાઈ રહી હતી, જેને કારણે તે ખૂબ જ નબળી પડી ગઈ હતી કે એને ચાલવા, ડાન્સ કરવા અને સતત શૂટિંગ કરવામાં પણ તકલીફ પડી રહી હતી. જેથી તેને કામથી બ્રેક લઈને પોતાનો ઈલાજ કરાવવાનું નક્કી કર્યું હતું.

 

View this post on Instagram

 

She is both hellfire and holy water.And the flavour you taste depends on how you treat her…..

A post shared by Sneha Ullal (@snehaullal) on


Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks