IPL 2024 : CSK vs SRH મેચમાં પહેલીવાર પતિ ધોનીને સપોર્ટ કરવા સાક્ષી પહોંચી સ્ટેડિયમ, મિત્રો સાથે સ્ટેડિયમમાં કરી મોજ- જુઓ

‘બેબી ઇઝ ઓન…’ ફોઇ બનવાની છે સાક્ષી ધોની, હૈદરાબાદ વિરૂદ્ધ મેચ દરમિયાન CSKને કરી ખાસ અપીલ

IPL 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સ અને પતિ એમએસ ધોનીને સપોર્ટ કરવા માટે પહેલીવાર સાક્ષી ધોની સ્ટેડિયમ પહોંચી હતી. આ દરમિયાન તે વ્હાઇટ ડ્રેસમાં સુંદર લાગી રહી હતી. પરંતુ આ દરમિયાન સાક્ષીની સુંદરતા અને મેચ કરતાં વધારે સાક્ષીની ઇન્સ્ટા સ્ટોરીની વધુ ચર્ચા થઈ રહી છે. ઈન્સ્ટા સ્ટોરી પર વીડિયો શેર કર્યો હતો.

આ સાથે સાક્ષી ધોનીએ લખ્યું – “પ્લીઝ આજે મેચ ઝડપથી પૂરી કરો ચેન્નાઈ સુપર કિંગ્સ, બેબી આવવાનું છે, થવાવાળી ફોઇની આ ખાસ અપીલ છે.” વાસ્તવમાં તમને જણાવી દઈએ કે એમએસ ધોનીની પત્ની સાક્ષી ધોની જલ્દી જ ફોઇ બનવા જઈ રહી છે. આવી સ્થિતિમાં તે ધોનીને ઝડપથી મેચ ખતમ કરવાની અપીલ કરી રહી હતી. મેચમાં સાક્ષી ધોની તેના મિત્ર સાથે જોવા મળી હતી.

આ દરમિયાન, તેણે વ્હાઇટ ડ્રેસ સાથે હૂપ ઇયરિંગ્સ પહેરી લુક પૂર્ણ કર્યો હતો. રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલી આઈપીએલની 46મી મેચમાં CSKએ પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 212 રન બનાવ્યા હતા, જેમાં કેપ્ટન રૂતુરાજ ગાયકવાડે 98 રનની ઇનિંગ રમી હતી.

ત્યાં ધોની 5 અણનમ રન બનાવી શક્યો હતો, તેણે પોતાના બેટથી ચોગ્ગો ફટકાર્યો હતો. બીજી તરફ બેટિંગ કરવા આવેલી સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ 18.5 ઓવરમાં 10 વિકેટના નુકસાન પર 134 રન જ બનાવી શકી, જેના કારણે ચેન્નાઈએ 78 રનથી મેચ જીતી લીધી. મેચમાં ચેન્નાઈના બોલર તુષાર દેશપાંડેએ ત્રણ ઓવરમાં 27 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી.

Shah Jina