ગુજરાતને શર્મસાર કરનારી ઘટના આવી સામે ! રક્ષક જ બનાયો ભક્ષક ! હોમગાર્ડ ગુજરાત ફરવા આવેલી યુવતી સાથે આચર્યું દુષ્કર્મ

24 વર્ષની યુવતી રાજસ્થાનથી અમદાવાદ ફરવા આવી, રાત્રીના સમયે બસ ચુકી જતા વર્ધીમાં રહેલા હોમગાર્ડ પાસે માંગી મદદ, એકલતાનો લાભ લઈને રક્ષકે જ આચર્યું દુષ્કર્મ

Rape with girl visiting Ahmedabad : ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી મહિલાઓ અને યુવતીઓ સાથે છેડછાડ અને દુષ્કર્મ થવાની ઘટનાઓ સામે આવતી રહે છે, ખાસ કરીને રસ્તે જતી એકલી યુવતીઓને લોકો વધુ ટાર્ગેટ બનાવે છે. પરંતુ હાલ અમદાવાદમાંથી જે ઘટના સામે આવી છે તેને ગુજરાતની ગરિમાને તાર તાર કરી દીધી છે. રાજસ્થાનથી ગુજરાતમાં ફરવા માટે આવેલી એક યુવતી સાથે હોમગાર્ડના જવાને મદદ કરવાના બહાને દુષ્કર્મ આચર્યું હતું, જે મામલો હાલ ચકચારી મચાવી રહ્યો છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ગત 11 મેના રોજ રાજસ્થાનના ઉદેપુરથી એક 24 વર્ષીય યુવતી અમદાવાદમાં ફરવા માટે આવી હતી, જેના બાદ 12 મેના રોજ કાંકરિયા, રિવરફ્રન્ટ, વૈષ્ણોદેવી મંદિર, ગાંધી આશ્રમ જેવા સ્થળોએ ફર્યા બાદ રાત્રે 10 વાગ્યાની આસપાસ ઉદેપુર પાછા જવા માટે ગીતા મંદિર બસ સ્ટેન્ડ આવી પહોંચી હતી. બસ સ્ટેન્ડ પર જમવા જતા સમયે તેની ઉદેપુરની બસ ચૂકાઈ ગઈ હતી. આસપાસના લોકોએ તેને ચિલોડાથી ઉદેપુરની બસ મળી જશે તેમ જણાવ્યું.

જેના બાદ યુવતી રિક્ષામાં બેસીને ચિલોડા તરફ જવા રવાના થઇ. જ્યાં હોમગાર્ડ અક્ષય રાઠોડ નામના વ્યક્તિનો પોઇન્ટ હતો. રાત્રીના સમયે અન્ય કોઈ વ્યક્તિ પાસે મદદ માંગવાના બદલે યુવતીએ યુનિફોર્મમાં રહેલા હોમગાર્ડ જવાન પર વિશ્વાસ કરીને મદદ માંગી. જ્યાં યુવતીએ હોમગાર્ડને ઉદેપુરની બસ ક્યાંથી મળશે તેમ પૂછતાં જવાને નાના ચિલોડાથી બસ મળી જશે તેવું જણાવ્યું, જેના બાદ યુવતીએ તેને ત્યાં મૂકી જવા માટે કહેતા હોમગાર્ડ પોતાનું વાહન લઈને નાના ચિલોડા રિંગરોડ ખાતે મુકવા ગયો.

પરંતુ ત્યાંથી પણ બસ ના મળતા યુવતીએ હોટલમાં રૂમ રાખીને રહેવાનું કહ્યું. જેના અબ્દ હોમગાર્ડ તેને રિંગરોડ પાસે રાધે આર્કેડમાં આવેલ અરોસ હોટલમાં લઇ ગયો. મોડી રાત થઇ ગઈ હોવાના કારણે હોમગાર્ડ રૂમનું અડધું ભાડું ચૂકવી સાથે રહેવાનું જણાવ્યું. યુવતી પાસે પણ પૈસા ઓછા હોવાથી તેને હા પાડી. જેના બાદ રાત્રે યુવતી બેડ પર સુઈ ગઈ અને હોમગાર્ડ નીચે સુઈ ગયો. પરંતુ રાત્રે 2.30 વાગે હોમગાર્ડ બેડ પર જઈને યુવતી સાથે અડપલાં કરવાનો પ્રયાસ કર્યો.

(પ્રતીકાત્મક તસવીર)

યુવતીએ પ્રતિકાર કરતા મોઢું દબાવીને બળજબરી શારીરિક સંબંધો બધા હતા અને સવારે 5 વાગ્યાની આસપાસ ત્યાંથી ફરાર થઇ ગયો હતો. આ ઘટનાથી યુવતી આઘાતમાં સરી પડી, પરંતુ બપોર બાદ તે ભાનમાં આવતા તેના પરિવારને જાણ કરી હતી. આ મામલે નરોડા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે પણ ગંભીરતા દાખવીને ગણતરીના સમયમાં જ હોમગાર્ડ જવાન અક્ષય મધુભાઈ રાઠોડની ધરપકડ કરી લીધી હતી.

Niraj Patel