આ શું થઇ રહ્યુ છે લંડનમાં…બસ સ્ટોપ પર ઊભેલી ભારતીય મૂળની મહિલાની ચાકુથી કરાઇ હત્યા

લંડનમાં ભારતીય મૂળની મહિલાની હત્યા, બસ સ્ટોપ પર હુમલાખોરોએ ચાકુથી કર્યા તાબડતોડ વાર- જાણો સમગ્ર મામલો

લંડનમાં ભારતીય મૂળની મહિલાની છરીના ઘા મારીને હત્યા કરી દેવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે અને તેની સામે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટના નોર્થ-વેસ્ટ લંડનમાં બની હતી. ભારતીય મૂળની 66 વર્ષીય અનિતા મુખી નેશનલ હેલ્થ સર્વિસમાં મેડિકલ સેક્રેટરી તરીકે પાર્ટ ટાઈમ કામ કરતી હતી.

9 મેના રોજ સવારે 11.50 વાગ્યે તે બર્ન્ટ ઓક બ્રોડવે બસ સ્ટોપ પર બસની રાહ જોઈ રહી હતી ત્યારે હુમલાખોરે તેના પર હુમલો કર્યો હતો. હુમલાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આરોપીની ઓળખ જલાલ દબેલા તરીકે થઇ છે, તેણે અનિતાની છાતી અને ગરદન પર અનેક વાર હુમલો કર્યો હતો.

આ હુમલામાં તે ગંભીર રીતે ઘાયલ થઇ અને બાદમાં તેનું મોત થયું. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તે જ દિવસે આરોપીની ધરપકડ કરી. જણાવી દઈએ કે અનિતા પરિણીત મહિલા હતી, હાલમાં પરિવારે આ મુશ્કેલ સમયમાં ગોપનીયતા માટે વિનંતી કરી છે.

Shah Jina