કંગના રનૌતનો શો લોકઅપ પોતાના ફિનાલેથી માત્ર સપ્તાહ જ દૂર છે. કંગના રનૌતના રિયાલિટી ઓટીટી શો ‘લોક અપ’માં, સ્પર્ધકો પોતાની જાતને એલિમિનેશનથી બચાવવા માટે તેમના અંગત જીવન સાથે જોડાયેલા સીક્રેટ જાહેર કરે છે. ત્યારે શોમાં દરરોજ સેલેબ્સના જીવન સાથે જોડાયેલ એકથી વધુ ચોંકાવનારી બાબતો સામે આવે છે. ત્યાં શોના છેલ્લા જજમેન્ટ એપિસોડમાં કંગનાની જેલની કેદી સાયશા શિંદેએ પોતાના ડાર્ક સિક્રેટનો ખુલાસો કર્યો છે. સાયશાનુ સીક્રેટ સાંભળી બધા શોક્ડ રહી ગયા હતા. એલિમિનેશનથી પોતાના બચાવવા માટે સાયશાએ જણાવ્યુ કે, કેવી રીતે એક ફેમસ ડિઝાઇનરને જોઇને તે તેની તરફ એટ્રેક્ટ થઇ ગઇ હતી.
પરંતુ બાદમાં તે ડિઝાઇનરની હકિકત જાણી હેરાન રહી ગઇ હતી. આ અઠવાડિયે સાયશાની સાથે પાયલ રોહતગીનું નામ પણ ચાર્જશીટમાં હતું. આ દરમિયાન સાયેશાએ કર્યો એવો ખુલાસો, જે જાણીને તમે પણ ચોંકી જશો. સાયશાએ કહ્યુ કે, મારો એક ફેવરેટ ડિઝાઇનર છે.મેં તેને ગળે લગાવ્યો અને તેની સાથે સંબંધ પણ બાંધ્યો. તે પછી મને ખબર પડી કે તેણે 7-8 છોકરાઓ સાથે આવું કર્યુ છે. આ જાણ્યા પછી નવાઈ લાગી.
તમને જણાવી દઈએ કે સાયશા ખૂબ જ સારી રમત રમી રહી છે. શોમાંથી તેના ઘણા વીડિયો સામે આવ્યા છે. જેમાંથી મંદાનાને કિસ કરતો વીડિયો સૌથી વધુ વાયરલ થયો હતો. આ દરમિયાન સાયશાએ એમ પણ કહ્યું હતું કે મંદાના તેને ખૂબ આકર્ષે છે. આ પહેલા મુનવ્વરે પણ પોતાનું રહસ્ય બધાની સામે શેર કર્યું હતુ. ત્યાં શો વિશે વાત કરીએ તો, લોકઅપને તેના ત્રણ ફાઇનલિસ્ટ મળી ગયા છે. શિવમ શર્મા, મુનવ્વર ફારૂકી અને પ્રિન્સ નરુલા ફિનાલે વીકમાં પહોંચી ગયા છે.
View this post on Instagram
ત્યાં જ શોની પાંચ છોકરીઓ પાયલ રોહતગી, અજમા ફલ્લાહ, પૂનમ પાંડે, અંજલિ અરોરા, સાયશા શિંદે ડેન્જર ઝોનમાં છે. છેલ્લા એપિસોડમાં, અંજલિ અને પૂનમને મીડિયા રાઉન્ડમાં તેમની અઠવાડિયાની રમતને કારણે સીધા જ ડેન્જર ઝોનમાં મોકલવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં હવે પૂનમ અને અંજલિને એલિમિનેશન રાઉન્ડમાં પોતાને બચાવવાની કોઈ તક નહીં મળે.