હાલમાં જ બોલીવુડના નવાબ એટલે કે સૈફ અલી ખાન થોડા દિવસ પહેલા જ તેનો 49મોં જન્મદિવસ મનાવ્યો હતો. સૈફ અલી ખાન જેટલો ફિલ્મને લઈને ચર્ચામાં રહે છે. તેનાથી વધારે તે તેની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. તો બીજી તરફ તેની પૂર્વ પત્ની અમૃતા સિંહ પણ સારા અલી ખાનને કારણે ચર્ચામાં રહે છે.

સૈફ અલી ખાનના પહેલા લગ્ન તૂટ્યા ત્યારે ઘણી બધી ખબરો સામે આવી હતી. સૈફ અલીખાને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેના તલાક બાદ કેટલી રકમ ચૂકવી પડી હતી. તે સમયે તેની પાસે પૈસા પણ ના હતા. પરંતુ તેને અમૃતા સિંહને હપ્તામાં આ રકમ આપી હતી. બન્નેએ લગ્નના 13 વર્ષ બાદ અલગ થયા હતા. જયારે બન્ને અલગ થયા ત્યારે ઘણા લોકોને વિશ્વાસ પણ આવતો ના હતો.

સૈફ અને અમૃતા સિંહની પહેલી મુલાકાત 1992માં થઇ હતી. તે સમયે અમૃતાનું બોલીવુડમાં સારી પહેચાન બનાવી ચુકી હતી. સૈફે ‘બેખુદી’ ફિલ્મથી ડેબ્યુ કરવા જઈ રહ્યો હતો. ‘બેખુદી’ ફિલ્મ રાહુલ રવૈલ ડાયરેક્ટ કરી રહ્યા હતા. રાહુલ રવૈલ અમૃતા સિંહનો નજીકનો દોસ્ત હતો. તેથી તે ઇચ્છતા હતા કે ફિલ્મી સ્ટારકાસ્ટ સાથે અમૃતા સિંહનું ફોટો શૂટ થાય. સૈફ ત્યારે આ ફિલ્મથી કરિયરની શરૂઆત કરી રહ્યો હતો. આ ફોટો શૂટ દરમિયાન જ અમૃતા અને સૈફની મુલાકાત થઇ હતી.

આ ફોટોશૂટ દરમિયાન સૈફે અમૃતા સિંહના ખંભા પર હાથ રાખવાની કોશિશ કરી હતી. સૈફની આ હરકત પર અમૃતા સિંહએ નોટિસ કરી હતી. આ પહેલી નજરનો પ્રેમ તો ના હતો પરંતુ આકર્ષણ જરૂર હતું. આ ફોટો શૂટ બાદ સૈફના દિલમાં અમૃતા માટે જગ્યા બની ગઈ હતી. સૈફ અમૃતાને મળવા એટલો ઉતાવઓ હતો કે, તેને મળવા માટે અમૃતાને ફોન પણ કરી દીધો હતો.

સૈફે અમૃતાને ફોન પર ડિનર પર જવાનું કહેતા અમૃતા ચોંકી ગઈ હતી. અમૃતાએ સૈફ સાથે બહાર જવાની સાફ શબ્દોમાં મનાઈ કરી દીધી હતી. પરંતુ તેને ઘરમાં જ જમવાનું કહ્યું હતું. અમૃતાના કહેવા પર સૈફ તુરંત જ તેના ઘરે ડિનર માટે પહોંચી ગયો હતો.

જે સમયે સૈફ અમૃતાના ઘરે ડિનર માટે પહોંચ્યો ત્યારે અમૃતાએ બિલકુલ મેકઅપ કર્યા ના હતો. અમૃતાને આ રીતે જોઈને સૈફ તુરંત જ તેના તરફ આકર્ષિત થઇ ગયો હતો. સૈફે ને ત્યારે એવું લાગ્યું હતું કે, મારા ઘરે આવવાથી અમૃતાએ ના તો મેકઅપ કર્યા ના તો તૈયાર થઇ.

સૈફ આ દરમિયાન થોડો પરેશાન લાગી રહ્યો હતો. ત્યારે અમૃતાએ સૈફને કહ્યું કે, જો તમે એવું વિચારતા હોય કે આપણા બન્ને વચ્ચે એવું કંઈ થશે તો બિલકુલ નિશ્ચિત રહો. ત્યારબાદ સૈફ અને અમૃતાએ તેની જિંદગીથી જોડાયેલી બધી જ વસ્તુ એકબીજાની જણાવી હતી. આ જાણ્યા બાદ બન્નેએ એકબીજાને કિસ પણ કરી હતી. સૈફ અને અમૃતાને અહેસાસ થયો કે, બન્ને એકબીજાને બેઈમતહા પ્રેમ કરે છે.

કહેવામાં આવી રહ્યું છે કે, આ મુલાકાત બાદ સૈફ 2 દિવસ સુધી અમૃતાના ઘરે જ રહ્યો હતો. ત્યારબાદબાદ બન્નેએ લગ્ન કરવાનો ફેંસલો કર્યો હતો. અમૃતા સૈફ કરતા 13 વર્ષ મોટી છે. પરંતુ બન્નેએ સંબંધમાં કયારે પણ ઉંમરનો તફાવત વચ્ચે આવ્યો ના હતો. લગ્નનો ફેંસલો અમૃતા માટે મોટો હતો. કારણકે અમૃતા તે સમયે સ્ટાર હતી. જયારે સૈફે હજુ બોલીવુડમાં પગ જ મુક્યો હતો.

આ બન્નેની લાઈફ બહુજ સારી રીતે ચાલી રહી હતી. પરંતુ આ વચ્ચે વિદેશી ટ્રીપ દરમિયાન સૈફની જિંદગીમાં ઇટાલિયન મોડેલ રોઝા આવી અને અમૃતા અને સૈફના તલાકનું કારણ બની હતી. કારણકે સૈફ રોઝા સાથે મુંબઈમાં રહેવા લાગ્યો હતો. ત્યારબાદ અમૃતા અને સૈફ વચ્ચેના સંબંધમાં તિરાડ આવી હતી. અમૃતાથીઆ બધું સહન ના થતા અંતે તેણીએ 2004માં સૈફથી તલાક લઇ લીધા હતા. તો બીજી તરફ રોઝા સાથે પણ સૈફનાં સંબંધનો ટૂંક સમયમાં જ અંત આવ્યો હતો.

સૈફે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, અમૃતા એ તલાકના બદલામાં મારી પાસેથી 5 કરોડ રૂપિયાની માંગ કરી હતી. તે સમયે અમૃતાને 2.5 કરોડ આપી દીધા હતા. બાકીના પૈસા અમૃતાને કટકે-કટકે આપ્યા હતા. આ સિવાય હું અમૃતાને ત્યાં સુધી દર મહિને 1 લાખ આપતો રહીશ જ્યાં સુધી ઇબ્રાહિમ 19 વર્ષનો ના થાય.

તલાક બાદ 2012માં સૈફે 2012માં કરીના કપૂર સાથે લગ્ન કર્યા હતા. કરીના સૈફ કરતા 10 વર્ષ નાની છે. સારા મોટી થઇ ચુકી હતી. હવે જોવા જઈએ તો નવાબી ફેમિલીના બધા સાથેના સંબંધ ઘણા સારા છે. સૈફ-અમૃતાની પુત્રી સારા અલી ખાન પણ કરીના કપૂરથી નજીક છે. સારા સૈફ અને કરીનાના લગ્નમાં શામેલ થઇ હતી.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.