આજે બનાવો સ્વાદિષ્ટ સાબુદાણાની ખીચડી, જુઓ સ્ટેપ બાય સ્ટેપ…

મોટાભાગનાં ઘરોમાં જ્યારે ઉપવાસ હોય ત્યારે ફરાળમાં સાબુદાણાની ખિચડી બનતી જ હશે, આજે અમે પણ ખાસ તમારા માટે જ લઈને આવ્યાં છીએ એ જ ફરાળમાં ખવાતી સ્વાદિષ્ટ સાબુદાણાની ખીચડી. તો તમે સ્ટેપ બાય સ્ટેપ ફોટા સાથેની પરફેક્ટ રેસીપી જોઈને કોમેંટમાં જરૂર કહેજો કે તમે પણ આ જ રીતે બનાવો છો કે, પછી તમારી કોઈ છે સિક્રેટ રેસીપી.

સામગ્રી

  • સાબુદાણા ૨૦૦ ગ્રામ
  • બટાકા કાચા / બાફેલા ૨ નંગ
  • તેલ ૨/૩ ચમચી
  • ઝીરું ૧ ચમચી
  • કઢી પતા ૩/૪ નંગ
  • લીલા મરચા ૨/૩ નંગ
  • મીઠું સ્વાદ મુજબ
  • લાલ મરચું ૧ ચમચી
  • મારી પાવડર ૧ ચમચી
  • સીંગદાણા નો ભૂકો ૨ ચમચી
  • ખાંડ ૧ ચમચી
  • લીંબુ નો રસ ૨ ચમચી
  • ધાણા

રીત

• સૌપ્રથમ સાબુદાણા ને ધોઈ ને એને પલાળી દો અને સાબુદાણા ને ડુબાડી ને નાઈ પલાળવાના પાણી ઓછું રાખવાનું અને સાબુદાણા તમે ૭/૮ કલાક અથવા તો આખી રાત પણ પલાળી શકો છો

• સાબુદાણા પલડી જાય એટલે એને દબાઈ ને ચેક કરી લો અને જો સાબુદાણા કોરા ના હોઈ તો એને કાના વાળો ટોપા માં પાણી નિતારી લો અને કોરા કરી લો હવે

• સાબુદાણા ની ખીચડી બનાવા

• માટે તેલ ને ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં ઝીરું એડ કરો પછી કડી પતા અને લીલા મરચા એડ કરો પછી એમાં બટાકા એડ કરો અને એમાં મીઠું એડ કરો અને ઢાંકી લો

• મીઠું નાખવા થી બટાકા જલ્દી ચડી જશે હવે એમાં સાબુદાણા એડ કરો

પછી હળવી આંચે સાબુદાણાને હલાવો. ધ્યાન રહે નીચે ચોટી ન જાય,

પછી એને મિક્સ કરી લો અને સીંગદાણા નો ભૂકો એડ કરો પછી એમાં ખાંડ એડ કરો અને એમાં લીંબુ નો રસ એડ કરો

• અને મિક્સ કરી લો અને ધીમા ગેસ કરી એને ઢાંકી દો અને હવે ધાણા એડ કરી ને સર્વ કરો

• તો તૈયાર છે સાબુદાણા ની ખીચડી

તો મારા મિત્રો નવરાત્રી શરુ થઇ ગે છે નવરાત્રી માં ઉપવાસ ની માજા માનવા
માટે સાબુદાણા ની ખીચડી જરૂર થી બનાવજો અને અમને જરૂર થી કોમેન્ટ કરી ને કેહજો કે રેસીપી કેવી લાગી જો રેસીપી પસંદ આવે તો

Shah Jina