સીઝન માં વેફર પાડવાનું રહી ગયું છે ? તો છોડો ચિંતા હવે બારેમાસ બનાવો તાજી તાજી બટેટા વેફર – રેસિપી વાંચો

હાઇ ફેન્ડસ, તમને બધાને બટાકાની વેફર ખૂબ જ ભાવતી હશે અને ઉપવાસમાં,સ્નેક્સમાં,બથૅડે પાટૅીમાં નાના-મોટા બધાની ઓલટાઈમ ફેવરીટ હોય છે.પણ તમે બધા બહારની રેડીમેઇડ વેફર લાવતા હશો ને?મારી આજની રેસીપી જોઇને તમારે વેફર રેડીમેઇડ નહીં લેવી પડે.તમે ખૂબ જ ઓછા ટાઈમ અને સામગી્થી ઘરે જ બહાર જેવી રેડીમેઈડ વેફર બનાવી શકશો.તો આ નવરાત્રીમાં જ ટા્ય કરજો.

સામગ્રી

  • બટાકા-૫-૬ નંગ(મોટી સાઈઝ)
  • પાણી-૧/૪ કપ
  • મીઠુ- સ્વાદ મુજબ
  • મરી પાઉડર-સ્પીંકલ કરવા
  • તેલ-તડવા માટે

રીત:

મોટી સાઇઝનાં બટાકાને ધોઇને છાલ કાઢી લેવી. ત્યારબાદ ઠંડા પાણીમાં વેફર પાડવાની છીણીથી વેફર પાડીને અડધો કલાક (૩૦ મિનિટ) રહેવા દો. હવે છીણેલા બટાકાને ૩-૪ પાણીથી ધોઇ લો જેથી સફેદ સ્ટાચૅ બધો નીકડી જાય. હવે કોરા કપડામાં ધોયેલા બટાકાને ૧૦ મિનિટ માટે સૂકવી દો.થોડુ પાણી ઓછુ પડે એટલે બીજા કોરા કપડાથી ડા્ય કરી લો. વધારે નથી સૂકવવાના નહીં તો કાડા પડી જશે. ૧/૪ કપ પાણીમાં સ્વાદ અનુસાર મીઠુ ઓગાડી દો.

તેલ ગરમ થાય એટલે કોરી કરેલી વેફરને ગરમ તેલમાં નાંખીને ગેસની આંચ મીડીયમ કરી દો.હવે તેમાં તૈયાર કરેલુ મીઠાનું પાણી ૧ટેબલ સ્પૂન ઉમેરો.વેફર તેલમાં નાખો ત્યારે ગેસ ફાસ્ટ રાખવાનો છે પણ પછી તરત જ મિડીયમ ગેસ કરીને જ મીઠાનું પાણી એડ કરવાનું છે જેથી તેલ ઉડે નહીંમિડીયમ ગેસ પર જ વેફર તડવાની છે જેથી કિ્સ્પી થાય.

ગરમ તડાયેલી વેફરમાં જ મરી પાઉડર સ્પી્ંકલ કરવો જેથી મિક્સ થઇ જાય.તો તૈયાર છે બહાર જેવી પોટેટો વેફસૅ.કમેન્ટસમાં જણાવજો કે રેસીપી કેવી લાગી. મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…

Shah Jina