સુરતના આ કરોડપતિ હીરા વેપારીએ અમેરિકાથી ભણીને આવેલા દીકરાને મોકલ્યો કાળી મજૂરી કરવા, ચેન્નાઇની હોટલમાં કર્યું વેઈટરનું કામ… જુઓ કારણ

12,000 કરોડની કંપનીના માલિકનો પૌત્ર શા માટે હોટેલમાં વેટર બન્યો ? ગજબ છે આ સ્ટોરી!

Ruveen Dholakia worked as a waiter : આપણા ગુજરાતી બિઝનેસમેનોનો ડંકો દેશ અને દુનિયામાં વાગે છે. ત્યારે ઘણા બિઝનેસમેન એવા પણ છે જેમને પોતાના કામની સાથે પોતાનું એવું નામ બનાવ્યું છે કે લોકો તેમનું નામ સાંભળતા જ તેમના કામને યાદ કરવા લાગે. એવા જ એક સુરતના હીરા વેપારી છે સવજીભાઈ ધોળકિયા. સવજીભાઈ ત્યારે વધુ ચર્ચામાં આવ્યા હતા જયારે તેમને પોતાના કર્મચારીઓને મોંઘીદાટ ભેટો આપી હતી અને દર વર્ષે તેઓ પોતાના કર્મચારીઓને દિવાળી બોનસમાં મોંઘી કાર પણ ભેટમાં આપતા હોય છૅ.

પૌત્રને મોકલ્યો કાળી મજૂરી કરવા :

તે પોતાના કર્મચારીઓને ખુશ રાખવા માટે દુનિયાભરમાં જાણીતા બન્યા છે. તેમને અત્યાર સુધી તેમના ઘણા કર્મચારીઓને મોંઘીકાર, જવેરાત, મકાન જેવી વસ્તુઓ ભેટમાં આપી છે, પરંતુ હાલ સવજીભાઈ તેમના કર્મચારીઓને આપેલી ભેટના કારણે નહિ પરંતુ તેમના એક પૌત્રના કારણે ચર્ચામાં છે. કારણ કે સવજીભાઈએ જે કર્યું છે તે કદાચ કોઈ સપને પણ ના વિચારી શકે. સવજીભાઈનો પૌત્ર અમેરિકાથી ભણીને આવ્યો અને પછી તેને ચેન્નાઇમાં કાળી મજૂરી કરવા માટે મોકલી આપ્યો.

12 હજાર કરોડથી પણ વધુની છે નેટવર્થ :

આ વાત પર કદાચ કોઈને વિશ્વાસ ના પણ આવે પરંતુ આ હકીકત છે. આજની તારીખમાં સવજીભાઈની નેટવર્થ 12.5 હજાર કરોડથી પણ વધુની છે. ત્યારે દરેકના મનમાં સવાલ થાય કે આખરે શા કારણે સવજીભાઈએ પોતાના પૌત્રને મજૂરી કરવા મોકલ્યો ? ત્યારે તેની પાછળનું પણ એક ખાસ કારણ છે. સવજીભાઈ ધોળકિયાનો પૌત્ર રુવીન ધોળકિયા બીબીએનો અભ્યાસ કરીને હાલમાં જ એમરિકાથી પરત આવ્યો છે. ત્યારે સવજીભાઈના પરિવારના નિયમ મુજબ રુવીનને એક અનામી અને સામાન્ય માણસ જેવું જીવન જીવવા માટે ચેન્નાઇ મોકલવામાં આવ્યો હતો.

ચેન્નાઇમાં સામાન્ય જીવન :

સવજીભાઈના પરિવારનો મુખ્ય ઉદ્દેશ બાળકોને સ્કૂલમાં આપવામાં આવતા શિક્ષણથી વિપરીત સામાન્ય જીવનમાં વાસ્વિક મેનેજમેન્ટ શિક્ષણ આપવાનો છે. દાદાના કહેવા પર રુવીન 30 જૂનના રોજ સુરતથી ચેન્નાઇ જવા માટે રવાના થયો હતો. જ્યાં તેને પોતાની ઓળખ પણ જાહેર કરવાની નહોતી. આ ઉપરાંત તેને મોબાઈલ પણ ના વાપરવાની સૂચન આપવામાં આવી હતી. જો ઇમરજન્સી આવી જાય તો તેને માત્ર 6000 રૂપિયાની નજીવી રકમ આપવામાં આવી હતી.

વેઈટર તરીકે કર્યું કામ :

રુવીનને 30 દિવસ સુધી આ રીતે રહેવાનું હતું. ચેન્નાઇમાં તેના માટે સૌથી મોટો પડકાર નોકરી શોધવાનો હતો. તેને ઘણી જગ્યાએ નોકરી માટે પ્રયત્નો કર્યા પરંતુ તેને અસ્વીકારનો સામનો કરવો પડ્યો. રુવીને પહેલી નોકરી ચેન્નાઇ હાઇકોર્ટ પાસે આવેલી કપડાંની દુકાનમાં સેલ્સમેન તરીકે કરી. જ્યાં તેને 9 દિવસ સુધી કામ કરીને સેલ્સમેન તરીકેની પોતાની પ્રતિભા બતાવી. જેના બાદ તેને એક ભોજનાલયમાં વેઈટર તરીકે પણ કામ કર્યું અને પ્લેટ સેટિંગ સાથે જમવાનું પીરસવાનું પણ મેનેજમેન્ટ શીખ્યું.

30 દિવસમાં 4 નોકરી કરી :

8 દિવસ આ નોકરી કર્યા બાદ એક વૉચ આઉટલેટમાં 9 દિવસ તરીકે સેલ્સમેન તરીકે કામ કર્યું. જેમાં તેને ઘડિયાળના સમારકામમાં પણ મદદ કરી. જેના બાદ તેને છેલ્લી નોકરી બેગ અને લગેજ સ્ટોર પર કરી હતી, જ્યાં તેને 2 દિવસ મજૂરી કામ પણ કર્યું. રુવીનના આ 30 દિવસની નોકરીમાં તેને ચાર અલગ અલગ જગ્યાએ કામ કર્યું અને આ દરમિયાન 80 વખત અસ્વીકારનો પણ સામનો કર્યો. તેને રોજના 200 રૂપિયા મળતા અને તેમાં જ જીવવું પડતું હતું. આ દરમિયાન તે સાધારણ હોસ્ટેલમાં રહ્યો અને ઘણીવાર માત્ર એક ટાઈમ જ જમતો હતો.

Niraj Patel