સાસણ ગીરના ફાર્મ હાઉસમાં ધમધમી રહ્યુ હતું કુટણખાનું, પોલિસ રેડ પડી તો ગીર પંથકમાં સોપો બોલાઇ ગયો

કેરી અને સિંહ માટે પ્રખ્યાત સાસણ ગીરના લક્ઝુરિયસ ફાર્મ હાઉસમાં સુખનો બીભત્સ ધંધો પકડાયો, એક ગ્રાહક આપતો હતો અધધધધ હજારો રૂપિયા…જાણો

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં ઘણીવાર સ્પાના નામે ધમધમતા તો ઘણીવાર ફાર્મ હાઉસમાં ચાલતા તો ઘણીવાર કોઇ ઘરમાં ચાલતા કુટણખાના ઝડપાતા હોય છે. ત્યારે હાલ વિશ્વ પ્રખ્યાત સાસણ ગીર નજીક એક ફાર્મ હાઉસ આવેલુ છે, જયાં કુટણખાનું ધમધમી રહ્યુ હોવાની બાતમીને પગલે પોલિસે ડમી ગ્રાહક મોકલ્યો હતો અને એએસપીએ એલસીબી સાથે દરોડો પાડ્યો હતો. જ્યાંથી બે યુવતિઓને છોડાવી પણ હતી. ગીર સોમનાથ એલસીબીને માહિતી મળતા જ સાસણ ગીર નજીક ભોજદે ગીરના રુદ્ર ફાર્મ હાઉસમાં ડમી ગ્રાહક મોકલી દરોડો પાડવામાં આવ્યો હતો.

Image source

ફાર્મ હાઉસમાંથી સુરતના બે દલાલો અને દેહવેપારનો વેપલો ચલાવતા મેંદરડા અને વિસાવદરના એક-એક મળી ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે અને કુટણખાનાનો પર્દાફાશ કર્યો છે. પોલિસે આ ચાર અને એક ફરાર થઇ ગયેલ ફાર્મ હાઉસના માલિકને મળી પાંચ શખ્શો સામે ગુનો નોંધ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે ગીર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

representative image

આ અંગે એલસીબી પીએસઆઈએ જણાવ્યુ હતુ કે, ફાર્મ હાઉસના માલિક બટુક આર્થિક લાભ માટે મેંદરડાના કૃણાલ તથા વિસાવદરના દાદર ગીરના વિશાલ જેન્તીને ફાર્મ હાઉસ ભાડે આપેલ હતુ. આ બંને અહીં કુટણખાનું ચલાવી રહ્યા હતા અને દલાલ પરેશ તેમજ રવિ પાસેથી બહારગામથી યુવતીઓને બોલાવતા હતા અને તેમની સાથે દેહવેપાર કરાવતા હતા.

Image source

એક ગ્રાહક તરફથી સુખ માણવાના 2000 લેવામાં આવતા હતા. આ પૈસામાંથી 1000 યુવતીને અને 500 રૂમના ખર્ચ પેટે તેમજ 500 દલાલીના રાખતા. આ મામલે આરોપીઓ સામે ઇમોરલ ટ્રાફિક પ્રિવેનશન એકટ 1956ની કલમ 3, 4 , 5 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Shah Jina