ઇવેન્ટમાં પહોંચેલી ટીવીની સંસ્કારી વહુ અનુપમાએ પગ સ્પર્શ કર્યા ? વીડિયો જોઇ લોકો બોલ્યા- આને કહેવાય સંસ્કાર
ટીવીના પોપ્યુલર શો ‘અનુપમા’ની અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ આ શોથી ભરપૂર લોકપ્રિયતા મેળવી છે અને સાથે સાથે દર્શકોનો ઘણો પ્રેમ પણ મેળવ્યો છે. રૂપાલી ટીવી ઇન્ડસ્ટ્રીની વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલ અભિનેત્રીઓમાંની એક છે. અનુપમા શોથી ઘરે ઘરે ઓળખ મેળવનારી અભિનેત્રી રૂપાલી ગાંગુલી બધાની ફેવરેટ બની ચૂકી છે. હાલમાં સોશિયલ મીડિયા પર અભિનેત્રીનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે,
જેને જોયા બાદ લોકો તેની પ્રશંસા કરતા થાકી નથી રહ્યા. જણાવી દઇએ કે, રૂપાલી એક એવોર્ડ શોના સ્ટેજ પર જર્નલિસ્ટના પગે લગાતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં રૂપાલી વેતરન જર્નલિસ્ટ ચૈતન્ય પાદુકોણને એવોર્ડ આપતી જોવા મળી રહી છે. એવોર્ડ આપતી વખતે રૂપાલી ગાંગુલી ચૈતન્ય પાદુકોણને પગે લાગે છે અને બસ આ જ વાત ચાહકોને તેના રીલ કેરેક્ટરની યાદ અપાવી રહ્યુ છે. રૂપાલીને આવું કરતી જોઇ ચૈતન્ય પણ ઇમોશનલ થઇ જાય છે.
ચેતન્ય પાદુકોણને એવોર્ડ આપ્યા બાદ રૂપાલી ઝૂકે છે અને પછી તેમના બંને પગને સ્પર્શ કરે છે અને પછી ઊભી થાય છે. આ વીડિયો પર ચાહકો ખૂબ જ પ્રેમ લૂંટાવી રહ્યા છે. અભિનેત્રીના લુકની વાત કરીએ તો, તે હંમેશાની જેમ ખૂબસુરત લાગી રહી હતી. એક યુઝરે કહ્યુ- આને કહેવાય સંસ્કાર. બીજા એ કહ્યુ- રૂપાલી ઘણી નમ્ર છે, સક્સેસ તેને બદલી ન શક્યો કારણ કે તેનું પાલન પોષણ અનિલ ગાંગુલીના ઘરમાં થયુ છે, જે એક અમેઝિંગ ડાયરેક્ટર છે.
એક બીજા યુઝરે કહ્યુ- માણસને પોતાની જમીન, જઝબાત અને તાલીમ ક્યારેય ન ભૂલવી જોઇએ. જણાવી દઇએ કે, રૂપાલી લગભગ 4 વર્ષની હતી ત્યારથી તેણે બોલિવુડમાં પગ મૂક્યો હતો. તેની પહેલી ફિલ્મ સાહેબ હતી જે 1985માં આવી હતી અને આ ફિલ્મમાં અમૃતા સિંહ, અનિલ કપૂર અને રાખી લીડ રોલમાં હતા. આ ઉપરાંત સંજીવની, કાવ્યાંજલી, યસ બોસ, બા બહુ ઔર બેબી, કહાની ઘર ઘર કી, આપકી અંતરા જેવા ઘણા શોમાં તેણે કામ કર્યુ છે.
View this post on Instagram
રૂપાલીના શો અનુપમાની વાત કરીએ તો અનુપમા આજે ભારતીય ટેલિવિઝન પર સૌથી પોપ્યુલર શોમાંનો એક છે અને આનું કારણ છે રૂપાલીની દમદાર એક્ટિંગ. જણાવી દઇએ કે, કેટલાક રીપોર્ટ્સ અનુસાર, રૂપાલી એક એપિસોડના 3 લાખ રૂપિયા ચાર્જ કરે છે.