મુશ્કેલીઓમાં ફસાયો પાકિસ્તાનનો કપ્તાન બાબર આઝમ? અંગત પળોના વીડિયો અને ચેટ વાયરલ, હનીટ્રેપમાં સપડાયો ખેલાડી? જાણો શું છે હકીકત?

દુનિયાભરમાં હનીટ્રેપના મામલાઓ સતત વધી રહ્યા છે. ઘણા લોકો તેનો શિકાર બની અને લાખો રૂપિયા પણ ગુમાવી રહ્યા છે, ત્યારે હાલ એક ખબર પાકિસ્તાની ક્રિકેટ ટીમના કપ્તાન બાબર આઝમ સાથે જોડાયેલી સામે આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર બાબર આઝમ પણ હવે હનીટ્રેપનો શિકાર બની ગયો છે અને તેના અંગત પળો માણતા વીડિયો અને ચેટ પણ વાયરલ થઇ રહ્યા છે.

બાબર આઝમ તેના ક્રિકેટના ખરાબ ફોર્મના કારણે તો ચર્ચામાં હતો જ. ત્યારે હવે ટ્વીટર પર તેનો એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે કોઈ છોકરી સાથે આપત્તિજનક વાતો કરતો જોવા મળી રહ્યો છે. આ વાયરલ વીડિયોને જોઈને હાલમાં કોઈ આ વાતથી ઇન્કાર નથી કરી શકતું કે તે બાબર આઝમ છે. મીડિયા રિપોર્ટ અનુસાર પાકિસ્તાની કપ્તાનના કેટલાક અંગત વીડિયો અને ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.

એક ટ્વીટર પોસ્ટમાં બાબરનો કથિત રૂપે એક છોકરી સાથે યૌન સંબંધ બનાવવાનો વીડિયો અને તેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. આ સાથે બાબરના હનીટ્રેપમાં ફસાવવાની પણ વાત સામે આવી રહી છે.  ટ્વિટર પર @niravmodi એકાઉંટ દ્વારા એક વીડિયો અને તસવીરો પણ શેર કરવામાં આવી છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે વીડિયોમાં જોવા મળી રહેલો વ્યક્તિ બાબર આઝમ છે.

આ ઉપરાંત એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટનો સ્ક્રીનશોટ પણ શેર કરવામાં આવ્યો છે. જે eish.arajput1 દ્વારા શેર કરવામાં આવ્યો છે. તો ભારતીય સમાચાર એજન્સી IANS હિન્દી દ્વારા એક ટ્વિટ કરીને લખવામાં આવ્યું છે કે, “પાકિસ્તાની કપ્તાન બાબર આઝમ ખરાબ ફોર્મની સાથે એક વિવાદમાં પડી ગયો છે. કારણ કે તેના કથિત અંગત વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.”

હવે આ વાયરલ વીડિયો અને તસવીરો પર લોકો અલગ અલગ પ્રકાર ની ટિપ્પણીઓ કરી રહ્યા છે, ઘણા યુઝર્સ એ કહ્યું કે આ સસ્તી પબ્લિસિટી કરવા માટે છે તો કોઈ યુઝર્સ કહી રહ્યા છે કે એડિટિંગ નો કમાલ છે. જોકે ગુજ્જુરોક્સ આ તસવીરો અને વીડિયોની પુષ્ટિ નથી કરતું.

Niraj Patel