ઋષભ પંતે અકસ્માત બાદ ચાહકોને જણાવી પોતાની હાલત, મદદ કરનારા યુવકો માટે કહી એવી વાત કે તમે પણ કરશો વાહ વાહ.. જુઓ શું કહ્યું ?

અકસ્માતમાં બાદ ક્રિકેટર ઋષભ પંતે પહેલીવાર પોતાના ચાહકો માટે લખી ખાસ પોસ્ટ… મદદ કરનાર યુવકોની તસવીર પણ કરી શેર… જુઓ (કવર ફોટો: પ્રતીકાત્મક)

ભારતીય ક્રિકેટ ટીમના યુવા ખેલાડી ઋષભ પંતને થોડા દિવસ પહેલા એક ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. જેમાં માંડ માંડ તેનો જીવ બચ્યો હતો. ઋષભ હજુ પણ સારવાર હેઠળ હોસ્પિટલમાં છે, ત્યારે અકસ્માત બાદ પહેલીવાર ઋષભ પંતે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી છે અને પોતાની હાલની સ્થિતિ વિશે આ પોસ્ટમાં ચાહકોને એક મેસેજ પણ આપ્યો છે.

પંતે કહ્યું કે તેના પગની સર્જરી સફળ રહી છે અને હવે તેની વાપસીની સફર શરૂ થઈ ગઈ છે. આ સાથે તેણે અકસ્માતમાં મદદ કરવા બદલ BCCI, BCCI સેક્રેટરી જય શાહ અને સરકારનો આભાર માન્યો છે. પંતે ટ્વીટ કરીને પોતાની સ્થિતિ વિશે જણાવ્યું છે અને મદદ કરનારા તમામ લોકોનો આભાર માન્યો છે.

એક અલગ ટ્વિટમાં પંતે રજત કુમાર અને નિશુ કુમાર બંનેનો આભાર માન્યો, જેમણે પંતનો જીવ બચાવ્યો અને અકસ્માત બાદ તેને હોસ્પિટલ લઈ ગયા. પંતે લખ્યું, “હું વ્યક્તિગત રીતે દરેકનો આભાર માની શકતો નથી, પરંતુ મારે આ બે હીરોનો આભાર માનવો જોઈએ જેમણે અકસ્માત દરમિયાન મારી મદદ કરી અને હું સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચ્યો તેની ખાતરી કરી. રજત કુમાર અને નિશુ કુમાર, તમારો આભાર. હું હંમેશા તમારો આભારી અને ઋણી રહીશ. ”

ઋષભ પંતે લખ્યું, “હું તમામ સમર્થન અને શુભકામનાઓ માટે નમ્ર અને આભારી છું. મને તમને જણાવતા આનંદ થાય છે કે મારી સર્જરી સફળ રહી. રિકવરીની સફર શરૂ થઈ ગઈ છે અને હું આગળના પડકારો માટે તૈયાર છું. અવિશ્વસનીય સમર્થન માટે બીસીસીઆઈ, જય શાહ અને સરકારી અધિકારીઓનો આભાર !”

રિષભ પંતે પછી લખ્યું, “હું મારા બધા ચાહકો, ટીમના સાથીઓ, ડૉક્ટરો અને ફિઝિયોનો હૃદયના ઊંડાણથી આભાર માનવા માંગુ છું. તમારા દયાળુ શબ્દો અને પ્રોત્સાહન માટે આભાર. તમને બધાને મેદાન પર જોવાની રાહ જોઈ રહ્યો છું.” ભારતના સ્ટાર ક્રિકેટર ઋષભ પંત 30 ડિસેમ્બરના રોજ માર્ગ અકસ્માતનો ભોગ બન્યો હતો. બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝ પૂરી થયા બાદ તે દુબઈ ગયો હતો અને ત્યાંથી આવીને ઘરે પરત ફરી રહ્યો હતો. પંત તેની માતાને સરપ્રાઈઝ આપવા માંગતો હતો, પરંતુ ઘરે પહોંચતા પહેલા તેની કારને અકસ્માત નડ્યો.

Niraj Patel